તેમજ ચાર મહાનગર સિવાયના ૨૯ જીલ્લાઓમાંથી ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫ (પાંચ)ની પ્રોત્સાહન તરીકે પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કારઆપવામાં આવશે. જેમાં પણ પ્રથમ ક્રમને રૂા.૫,૦૦,૦૦૦/-, દ્રિતિયને રૂા.૩,૦૦,૦૦૦/- અને તૃતિય ક્રમને રૂા.૧,૫૦,૦૦૦/- તથા પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન તરીકે રૂા.૧,૦૦,૦૦૦/- લેખે પુરસ્કાર ચૂકવવામાં આવશે. અમ કુલ મળીને રૂા.૫૨,૫૦,૦૦૦/-ના પુરસ્કાર રાજય સરકારશ્રી તરફથી ચૂકવવામાં આવશે.
આ પ્રતિયોગીતા માટે ચાર મહાનગરમાં મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ૨૯ જિલ્લાઓમાં કલેકટરના અધ્યક્ષતામાં એક મૂલ્યાંકન સમિતિની રચના કરી બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બનેલ મુલ્યાંકન સમિતિ દ્રારા ચાર મહાનગરમાં બનાવવામાં આવેલ ગણેશ પંડાલોમાંથી (૧) ગણેશ પંડાલનાં મંડપ શણગાર (૨) સામાજિક સંદેશ (૩) ગણેશ પ્રતિમાની પસંદગી (ઇકો ફ્રેન્ડલી) (૪) ઓપરેશન સિન્દૂર – દેશ ભક્તિ (૫) સ્વદેશી (૬) પંડાલ સ્થળની પસંદગી(ટ્રાફિક કે આસપાસનાં લોકોને અડચણ રૂપ ન થાય) (૭) સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી (૮)ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી ગણેશ પંડાલની પસંદગી કરી એક થી ત્રણ ક્રમના વિજેતા કરવામાં આવશે.
તેમજ અન્ય ૨૯ જિલ્લાઓમાં કલેકટરની અધ્યક્ષતામાં બનેલ મૂલ્યાંકન સમિતિ દ્રારા મહાનગરોમાં જણાવ્યા મુજબની વિગતો ધ્યાને લઇ એક બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરી તેના ફોટા-વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરને મોકલવામાં આવશે. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર ખાતે રાજ્યનાં ૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩ (ત્રણ) વિજેતા તેમજ અન્ય ૫(પાંચ)ને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે.
આ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે નિયત ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ રોડ, ભરૂચ કચેરીમાંથી ગણેશ પંડાલનું આયોજન કરતાં આયોજકશ્રીઓએ મેળવી સમય મર્યાદામાં કચેરીમાં જમાં કરાવવાનું રહેશે. તેમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
