Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાના વાંકલમાં તા.૧લી એ રૂ.૨૦.૬૭ કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામના કાર્યનું ભૂમિપૂજન કરાશે.

Share

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે તા.૧ લી ઓક્ટોબર એ સવારે ૯.૦૦ વાગ્યે માંગરોળ તાલુકાના વાંકલમાં આદિજાતિ વિકાસ વિભાગના ઉપક્રમે રૂ.૨૦.૬૭ કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવશે.

આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વ ગણપતસિંહ વસાવા, ઇશ્વરભાઇ પરમાર, મોહનભાઇ ઢોડિયા, ઝંખનાબેન પટેલ, વી.ડી.ઝાલાવાડીયા, આનંદભાઇ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત તેમજ અગ્રણીઓ, પ્રજાજનો ઉપસ્થિત રહેશે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝીટિવ અને કોરોના શંકાસ્પદ દર્દીઓનાં મોત નીપજયાં પરંતુ અત્યારસુધી સત્તાવાર જાહેરાત કરાય નથી.

ProudOfGujarat

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી એલ સી બી પોલીસે જુગાર રમતા પાંચ શકુનિઓને ઝડપી પાડયા…

ProudOfGujarat

અંકલેશ્વર: ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીથી પ્રવિત થઈ આમ આદમી પાર્ટીના 40 થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ધારણ કર્યો કેસરિયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!