Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ ઇન્દોર હાઇવે પર રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત.

Share

ગળતેશ્વર તાલુકાના બડેવીયા નજીકથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં ગત રાત્રે અહીયા આવેલ ફુલબાઈ મંદિર સામેથી પસાર થતી એક CNG રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થયો હતો. આ અકસ્માતમાં રીક્ષાનો લોચો વળી ગયો છે. જેમાં સવાર રિક્ષા ચાલક સહિત 2 ને ઈજાઓ પહોંચી હતી. આ રિક્ષામા બેઠેલા ભીમસેન ગંગાપ્રસાદ કુશવાહને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓની હાલત ગંભીર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈકબાલસા સિકંદરસા દિવાનની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચમાં બિસ્માર રસ્તા અંગે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને કાર્યપાલક ઇજનેરના પૂતળા ગદર્ભ ઉપર બેસાડી શહેરમાં ફેરવ્યા.

ProudOfGujarat

ભરૂચના દહેજ બાયપાસ વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો.અકસ્માતનો બનાવ બનતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં અગાઉ ગાંજાના જથ્થામાં રીસીવર તરીકે ઝડપાયેલ મહિલાની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરતી એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!