Proud of Gujarat
FeaturedGujarat

લોકશાહીનાં મહાપર્વની ઉજવણીમાં નિર્ભિકપણે-ઉત્સાહભેર ભાગ લઇ અગાઉ કરેલા વિક્રમી મતદાનની જેમ મહત્તમ મતદાન કરવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે.પટેલની મતદાતાઓને અપીલ.

Share

નર્મદા જિલ્લામાં ૬૨૬ મતદાન કેન્દ્રો ખાતે યોજાનારા મતદાન માટે ૩૪૨૬ જેટલાં અધિકારીઓ / કર્મચારીઓ સહિતનો તૈનાત કરાયો.પોલીંગ સ્ટાફ મતદાન મથકો સહિત જિલ્લાના તમામ વિસ્તારોમાં સુરક્ષાના પૂરતા પ્રબંધો સાથે સજ્જ બનેલું નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર.૪૦ મતદાન કેન્દ્રો ખાતે વેબકાસ્ટીંગ કેમેરા ગોઠવાયા.તમામ ગતિવિધિઓ-હિલચાલનું જીવંત પ્રસારણ ચૂંટણીપંચ નિહાળી શકશે.

૬૩ જેટલા માઇક્રોઓબ્ઝવર્સ ચૂંટણી મતદાન – મતદાન પ્રક્રિયાનું સતત નિરીક્ષણ કરી કેન્દ્રિય ચૂંટણી મહા નિરીક્ષકશ્રી (જનરલ) ને સુપ્રત કરશે. છોટાઉદેપુર-ભરૂચ સંસદીય બેઠકની ચૂંટણી સ્પર્ધાના કુલ- ૨૫ ઉમેદવારોનું ભાવિ ઘડી કાઢવામાં ૧૮૭ સેવા મતદારો સહિત જિલ્લાનાં કુલ- ૪,૨૭,૬૭૯ મતદારો બનશે ભાગીદાર.

Advertisement

રાજપીપળા – સોમવાર :- નર્મદા જિલ્લામાં તા. ૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ને મંગળવારના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ ૨૦૧૯ મુક્ત, ન્યાયી, તટસ્થ, પાદર્શિતા સાથે આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા) સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિસ્તાર તેમજ ૨૨-ભરૂચ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં સવારનાં ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી યોજાનારા મતદાન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ મતદાન મથકો સહિત જિલ્લાના તમામ વિસ્તારોમાં સુરક્ષાનાં પૂરતા પ્રબંધો સાથે તમામ પ્રકારની વ્યવસ્થાઓને આખરી ઓપ આપીને નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ બન્યું છે. લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં તમામ મતદારોને નિર્ભિકપણે-ઉત્સાહભેર ભાગ લઇ નર્મદા જિલ્લાના મતદારોએ અગાઉથી ચૂંટણીઓમાં કરેલા વિક્રમી મતદાનની જેમ આ ચૂંટણીમાં પણ મહત્તમ મતદાન કરવાની સાથે સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારીમાં નર્મદા જિલ્લો મોખરે રહે તેવી શ્રી આઇ.કે. પટેલે અપીલ કરી છે.

આજે સવારે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ ખાતેનાં ડિસ્પેચીંગ સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલે મુલાકાત લઇ મતદાન ટૂકડીઓની રવાનગી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આજે ૮૫ જેટલા ઝોનલ અધિકારીશ્રીઓ દ્વારા નિયત કરાયેલા ૧૨૯ જેટલા વાહન રૂટ મારફત આ મતદાન ટૂકડીઓની રવાનગી થઇ હતી. તેની સાથોસાથ દેડીયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતેથી પણ સંબંધિત મતદાન કેન્દ્રોએ મતદાન ટૂકડીઓને રવાના કરવામાં આવી હતી.

તા.૨૩ મી એપ્રિલે નર્મદા જિલ્લામાં ૬૨૬ જેટલાં મતદાન કેન્દ્રો ખાતે યોજાનારા મતદાન માટે ૩૪૨૬ જેટલા અધિકારી / કર્મચારીઓને (અનામત સ્ટાફ સહિત) / પોલીંગ સ્ટાફ તરીકે મતદાન કેન્દ્રો ખાતે ફરજ પર તૈનાત કરાયા છે. ઉક્ત મતદાન કેન્દ્રો ખાતે ૧૦૪૫ BU ૬૯૬-CU અને ૭૬૫ VVPAT (અનામત સહિત) ઉપયોગમાં લેવાશે.

૨૧-છોટાઉદેપુર સંસદીય મતવિસ્તાર માટેની ચૂંટણી સ્પર્ધામાં રહેલાં ૮ ઉમેદવારો અને ૨૨-ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી સ્પર્ધામાં રહેલાં ૧૭ ઉમેદવારો સહિત કુલ- ૨૫ ઉમેદવારોનું ભાવિ ઘડી કાઢવામાં ૧૮૭ સેવા મતદારો સહિત નર્મદા જિલ્લાના કુલ-૪,૨૭,૬૭૯ મતદારો ભાગીદાર બનશે.

નર્મદા જિલ્લામાં ૪૦ જેટલાં મતદાન કેન્દ્રો ખાતે વેબકાસ્ટીંગ કેમેરા ગોઠવવામાં આવ્યાં છે અને આ મતદાન કેન્દ્રોની તમામ ગતિવિધિઓ – હિલચાલનું જીવંત પ્રસારણ ચૂંટણીપંચ નિહાળી શકશે. જિલ્લામાં ૬૩ જેટલાં મતદાન કેન્દ્રો ખાતે માઇક્રો ઓબ્ઝર્વર્સને ચૂંટણી ફરજ પર તૈનાત કરાયાં છે. આ માઇક્રો ઓબ્ઝર્વર્સ જે તે મતદાન કેન્દ્રો ખાતે ચૂંટણી – મતદાન પ્રક્રિયાનું સતત નિરીક્ષણ કરશે અને તે અંગેનો સીધો અહેવાલ કેન્દ્રિય ચૂંટણી મહાનિરીક્ષક (જનલર) ને તેઓ સુપ્રત કરશે.

નર્મદા જિલ્લામાં શેડો એરીયાનાં ૫૨ (બાવન) જેટલાં મતદાન કેન્દ્રો ખાતે સંદેશાવ્યવહારની આપ-લે માટે વન વિભાગનાં ૧૬૩ અને પોલીસ વિભાગનાં ૧૮૦ જેટલાં વોકી-ટોકી અને વાયરલેસ સેટ સુવિધા સાથેનાં જવાનો તૈનાત કરાયાં છે, અને તેમના મારફત સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને સમયાંતરે જરૂરી આંકડાકીય વિગતો પૂરી પાડવા માટેની અને સંદેશાવ્યવહારની સુવિધા સુલભ કરાઇ છે.

મતદાનના દિવસે જિલ્લાના મતદાન મથકોની નિયત કરાયેલાં ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રચાર સહિત કેટલાંક કૃત્યો કરવા, ૨૦૦ મીટરનાં વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા ઉપર તેમજ બિનઅધિકૃત વ્યક્તિઓનાં પ્રવેશ, વાહનોનાં દુરૂપયોગ અટકાવવા માટેનાં કેટલાંક નિયંત્રણો, નશાકારક પદાર્થોનાં વેચાણ કરવા / વહેંચવા / પીરસવા, મતદાન મથકની નજીક ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર કે એજન્ટો દ્વારા મંડપ ઉભા કરવા વગેરે સહિત આનુસંગિક અન્ય બાબતો અંગેનાં ચૂંટણીલક્ષી તમામ પ્રકારનાં પ્રતિબંધાત્મક આદેશોનાં અમલીકરણ ઉપરાંત જિલ્લામાં મતદાન કેન્દ્રોનાં નિયત કરાયેલા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, કેન્દ્રિય અર્ધલશ્કરી સુરક્ષા દળ, એસ.આર.પી., હોમગાર્ડઝ વગેરે દળનાં જવાનો સહિતનો પૂરતો સુરક્ષા પ્રબંધ ગોઠવાયો છે.

નર્મદા જિલ્લામાં નોંધાયેલા ૨૧૯૩ જેટલાં દિવ્યાંગ મતદારો પૈકી વ્હીલચેર માટે-૧૭, સહાયક માટે સુવિધા માંગનાર – ૫૮ દિવ્યાંગ મતદારોને તેમની માંગણી મુજબ જે તે સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. જિલ્લાનાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ મતદારો બ્રેઇલલીપીમાં મતદાન કરી શકે તે મુજબની સુવિધા જિલ્લા ચૂંટણીતંત્ર ઉપલબ્ધ કરાઇ છે. તદ્ઉપરાંત જિલ્લાનાં શતાયુ સહિત ૮૦ થી વધુની વયનાં ૬૩૭૫ જેટલાં વડીલ-બુઝુર્ગ મતદારોને અચૂક મતદાન માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરફથી પ્રોત્સાહિત કરતાં પત્રો એનાયત કરી મહત્તમ મતદાન દ્વારા મતદાનથી દૂર રહેતા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા સહિતનાં મતદાર જાગૃત્તિનાં સ્વીપ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો દ્વારા મતદાર જાગૃત્તિ કેળવવામાં આવી છે, ત્યારે ભૂતકાળની ચૂંટણીઓની જેમ આ વખતની ચૂંટણીમાં પણ સમગ્ર રાજ્યમાં મહત્તમ મતદાન સાથે નર્મદા જિલ્લો મોખરે રહેવા તેવા જિલ્લા ચૂંટણીતંત્રના પ્રયાસો રહ્યાં છે અને તે મુજબ આ જિલ્લો મતદાનમાં અગ્રેસર રહેશે તેવો આશાવાદ પણ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલે સેવ્યો છે.


Share

Related posts

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ પાર્થ નગર સોસાયટીના એક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને પતિ પત્નીને માર મારી સોનાના દાગીના અને રોકડ રકમ લઈ તસ્કરો ફરાર થતા ભારે ચકચાર મચ્યો હતો…….

ProudOfGujarat

પાલેજ સ્થિત મદની હૉલમાં હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઇ

ProudOfGujarat

ગોધરા નગરપાલિકામાં AIMIM સાત સભ્યો દ્વારા પ્રમુખને આપેલ બિનશરતી ટેકો પરત ખેંચી વિરોધપક્ષમાં બેસવા માટે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!