Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી પોલીસ દ્વારા ૩૨ જેટલા શ્રમિકોને વતન પહોંચાડવા કવાયત હાથ ધરવામાં આવી.

Share

હાલમાં કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યુ છે.લોકડાઉનમાં ધંધાઓ બંધ થતાં શ્રમિક વર્ગ મુશ્કેલી અનુભવતો દેખાય છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અન્ય વિસ્તારોમાં તેમજ બહારના રાજ્યોમાંથી ઘણા શ્રમિકો રોજી મેળવવા ગુજરાતના મહાનગરો ઉપરાંત બીજા પણ કેટલાક સ્થળોએ આવતા હોયછે.લોકડાઉન શરૂ થતાં ઘણા પરપ્રાંતિય શ્રમિકોનું કામ બંધ થતા આવક પણ બંધ થઇ. ઉપરાંત લોકડાઉનને લઇને શ્રમિકો પોતાના વતનમાં જવાની ઇચ્છા છતાં જઇ શકે તેમ ન હોઇ,તેમના માટે વતનમાં મોકલવા ટ્રેનો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના એક ગામે કામ કરતા ૩૨ જેટલા શ્રમિકો પોતાના વતનમાં જવા માટેની રજુઆત કરવા રાજપારડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ત્યારે પી.એસ.આઇ જાદવે તેમની રજુઆત સાંભળીને તેમને વતનમાં પહોંચાડવાની ખાત્રી આપી હતી.પોલીસ દ્વારા આ શ્રમિકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.લોકડાઉનમાં અટવાયેલા આ શ્રમિકોએ વતનમાં પહોંચાડવાની ખાત્રી મળતા ખુશી અનુભવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

શેખર કપૂર દ્વારા નિષ્ફળતા, સફળતા અને સમયના ભ્રમને સમજવું: આત્મ-અનુભૂતિમાં એક માસ્ટરક્લાસ સફળતા, નિષ્ફળતા અને તેમની વચ્ચેનું અંતર: શેખર કપૂર દ્રષ્ટિકોણ દ્વારા સ્વ-મૂલ્યને ફરીથી વ્યાખ્યાયિત કરે છે

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વોર્ડ નં.10 નાં કોંગ્રેસનાં કાઉન્સિલર અને કોંગ્રેસનાં આગેવાનનાં પત્નીનું કોરોનાનાં કારણે મોત…

ProudOfGujarat

અંકલેશ્વરમાં વાલીયા ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નું નિરાકરણ ન થતા જાગૃત નાગરિકે મામલતદારને લખ્યો પત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!