વડોદરા રેન્જના આઇ જી પી સંદીપસિંહ ભરૂચના પાલેજ સ્થિત પોલીસ મથકની મુલાકાતે આવ્યા હતા. પાલેજ આવી પહોંચતા તેઓનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક, ભરૂચ નાયબ પોલીસ...
ભરૂચ ભરૂચ જિલ્લામાં ચોમાસા દરમિયાન સતત વરસાદને કારણે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૪૯ જેટલા રસ્તાઓ પર મેટલ, કૉન્ક્રીટ તેમજ પેવર બ્લોક દ્વારા પેચ કરવામાં આવ્યા હતા. હાલ વરસાદે થોડો વિરામ આપતા ડામર ફરી પેચની કામગીરી વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. ભરૂચ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે જિલ્લા પંચાયત હસ્તકના કેટલાક રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. વરસાદે થોડો વિરામ આપતા પંચાયત માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે ડામરનું પેચ વર્ક કરવાની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં ૬ માર્ગ પર ડામર પેચ વર્ક ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અને નવરાત્રી દરમિયાન વધુ ડામર પ્લાન્ટ શરૂ કરી પંચાયત વિભાગ હસ્તકના મુખ્ય રોડ આવરી લેવાનું આયોજન પંચાયત માર્ગ અને મકાન વિભાગે કર્યું છે.પંચાયત વિભાગના માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક મેટલ લથી રસ્તાનું સમારકામ શરૂ કર્યું છે. મેટલ, કૉન્ક્રીટ તેમજ પેવર બ્લોક દ્વારા પેચ કરવામાં સાથે હડામર પેચ વર્કની કામગીરીમાં ભોલાવ મક્તમપુર, ઉમરાજ મહુધલ્લા, સરભાણ ઘમણાદ અને સોડગામ ડહેલી સહિત તૂણા ગામને જોડતા માર્ગ પર ડામરથી પેચવર્ક કરવામાં આવ્યું છે. ઉલેખનીય છે કે, વરસાદ બંધ થતાં માર્ગ અને મકાન વિભાગ ડામરથી પેચ વર્ક કરવાની કામગીરી ચાલુ કરતા ગવાહન ચાલકોને રાહત થઈ છે....
પોલીસે રોકડા 10 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો ભરૂચ. પાલેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારિયા...
ભરૂચ કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ દ્વારા જંબુસર ખાતે સરસ્વતી શિશુ વિદ્યા મંદિરમાં ૧૦૦ સાધકોની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન આશરે 100 જેટલા સાધકોને યોગ કરાવી યોગનું મહત્વ સમજાવી મેદસ્વિતાથી મુક્તિ શિબિરનો જ્ઞાન આપી કઈ રીતે સ્વસ્થ રહી શકે તે માટેનું જ્ઞાન આપવામાં આવ્યું. તેમ જ યોગ દ્વારા શરીર અને મન કઈ રીતે સ્વસ્થ અને ખુશ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.. આ શિબિરમાં તેમને નેતૃત્વશક્તિ, વ્યક્તિત્વ વિકાસ, અને યોગ નિદર્શન વગેરે વિવિધ બાબતોની તાલીમ આપવામાં આવી હતી....
નવરાત્રિના પ્રથમ નોર તેજ મેઘરાજાની એન્ટ્રી થઈ છે અંકલેશ્વર અને હાંસોટ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવન સાથે...
ભારતે એશિયા કપના સુપર 4માં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ભરૂચના આઇકોનીક પાંચબત્તી ખાતે લોકોએ જીતનું જશ્ન મનાવ્યું...
ગ્રાહકો તેમની વધારાની બચતને જિયોફાઇનાન્સ એપ દ્વારા સીધા જ ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સના ‘ગ્રોથ’ પ્લાનમાં ઓટોમેટિકલી ઇન્વેસ્ટ કરીને તેમની ફાજલ લિક્વિડિટી પર ઊંચા વળતર મેળવી શકે...
સી ડિવિઝન પોલીસની ટીમે કુલ 11.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ભરૂચ. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઇવને લઇને પેટ્રોલિંગમાં હતાં. તે વેળાં ઝાડેશ્વર...
ખાવડા-નવસારી પાવર ગ્રીડ કોર્પોરેશન લાઈન હાલ નાખવામાં આવી રહી છે. 1 વર્ષ પૂર્વે વળતર નક્કી કર્યા બાદ આજદિન સુધી ચૂકવાયું નથી. ખેડૂતો દ્વારા હાઇકોર્ટમાં પિટિશન...