Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 4 લાખનું વળતર મળે તે માટે આવેદન આપ્યું.

Share

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા દ્વારા કોવિડ -19 ની મહામારી કોરોનાની સામે રક્ષણ મળી રહે કોરોના વાયરસને ઝડપથી ફેલાવો રોકવા માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે અને કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર પરિવારજનોને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત સહાય ચાર લાખ રૂપિયા કોરોના મૃત્યુ પરિવારજનોને મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમરપાડા તાલુકા મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું.

આ કાર્યક્રમ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિશ વસાવા, હિતેશ પટેલ, નટુભાઈ, અશોક, ધારાસીંગ, ભુપેન્દ્ર, સેમ્યુયેલ, સુલોચનાબેન પ્રિયંકા વસાવા વગેરે અને કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

લીંબડી પોલીસ સ્ટેશન ખાતે વિમા કવચ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરતનાં ભરચક અવરજવરવાળા વરાછા વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરી બજાવતા ટીઆરબીના કર્મચારીઓ વાહનો અટકાવવા જતા એક ઓટો રીક્ષા પલ્ટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માથી રુ.6650/-કોપર વાયર સાથે 3 ઝડપાયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!