Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના નવી વસાહત વિસ્તારના 17 ગામોમાં બરફના કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો

Share

સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના 17 ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને બરફના કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડતા ભર ઉનાળે કોતરો છલકાયા હતા.

ઉમરપાડાના નવી વસાહત વિસ્તારમાં ઉકાઈ ડેમ વિસ્થાપિત લોકો વસવાટ કરે છે અને મુખ્ય ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂત પરિવારો છે. ઉપરોક્ત વિસ્તારમાં ખોટા રામપુરા, ગુલીઉંમર, ઉમરદા, વડપાડા રાજનીવડ કોલવણ મોટીદેવરૂપણ સહિત 17 જેટલા ગામો આવેલા છે. ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સમયે વાતાવરણે એકાએક પલ્ટો લીધો હતો અને વાવાઝોડું ફૂંકાયું હતું. વીજળીના કડાકા ભડાકા અને બરફના કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં મોટી માત્રામાં બરફના કરા પડતા લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા. આ વરસાદ એકથી દોઢ કલાક જોરદાર ખાબકતા ખેતરોમાં કમોસમી વરસાદના પાણી ભરાતા ખેડૂતોનો કૃષિ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ખેતરોમાંથી પાણી બહાર નીકળતા ભર ઉનાળે ચોમાસાની માફક કોતરો પાણીથી છલકાઈ ગયા હતા. ઉમરપાડાના નવી વસાહત વિસ્તાર નજીક આવેલા વડપાડાના જંગલોમાં ભારે વરસાદ પડ્યો હતો અને આ પાણી પણ સીધું કોતરોમાં આવતા ભર ચોમાસુ ચાલતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચમાં વોટ ચોરી સામે કોંગ્રેસનો હલ્લાબોલ, પોલીસે પાંચબત્તી સર્કલે જ રેલી અટકાવી નેતાઓની અટકાયત કરી :  તંત્ર ભાજપ માટે એક અને કોંગ્રેસ માટે અલગ નિયમ રાખતું હોવાનો વિપક્ષનો આરોપ :  “અંતિમ શ્વાસ સુધી લડીશું”: અટકાયત બાદ પણ કોંગ્રેસી નેતાઓએ આક્રમક વલણ દાખવ્યું

ProudOfGujarat

ધારાસભ્યની રજૂઆત બાદ કરજણ નહેરમાં પાણી છોડાયું : ઝઘડિયા, નેત્રંગ અને વાલિયાના ખેડૂતોને રાહત; સુકાવાના આરે પહોંચેલા પાકને મળશે જીવનદાન

ProudOfGujarat

વાગરાના કચ્છીપુરા ગામે ઊંટના મોતનો મામલો, જીપીસીબી એ ONGC ને ફટકાર્યો લાખોનો દંડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!