Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર-સુરત હાઈવે પર જળબંબાકાર નર્મદા નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા, વાહન વ્યવહાર ઠપ્પ

Share

અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતા શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે લોકોને પોતાના રોજિંદા કામકાજ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા વાહનો પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે. જોકે, નાના વાહનચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છેઅંકલેશ્વર-સુરતને જોડતો સ્ટેટ હાઈવે હાલ નદી જેવો દેખાઈ રહ્યો છે. કેટલાક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. નોકરી અને ધંધા પર જતા લોકો રસ્તામાં અટવાયા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

” વિશ્વ સિકલ સેલ દિવસ” : નર્મદા જીલ્લામાં સિકલસેલના સૌથી વધુ દર્દીઓ હોવા છતા સિકલસેલ માટે હોસ્પિટલ કે આઈસીયુની અછત.

ProudOfGujarat

ભરૂચમાં ભરતી પરીક્ષામાં ગેરવ્યવસ્થા: OMR શીટ અને પ્રશ્નપત્રમાં વિલંબ થતાં ઉમેદવારોના વિરોધ બાદ પરીક્ષા મોકૂફ : ઉમેદવારોએ NEET પેપર લીક વિવાદની યાદ અપાવી, પારદર્શક પરીક્ષા પ્રક્રિયાની કરી માંગ

ProudOfGujarat

ભરૂચ : સેવા યજ્ઞ સમિતિમાં પુષ્પમ ગ્રુપ દ્વારા ગરીબોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!