Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ચૌટા બજારમાં પોસ્ટ ઓફિસ બાજુના બાંધકામને બૌડા એ પુનઃ સીલ માર્યું

Share

અંકલેશ્વર ચૌટા બજારમાં પોસ્ટ ઓફિસ બાજુ માં બૌડા એ પુનઃ સીલ માર્યું હતું. અગાઉ  બાંધકામ અંગે 3 ઈસમો દ્વારા લેખિત ફરિયાદ બૌડા માં કરી હતી. બૌડા ના સીલ તોડી નાખવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી કરતા પુનઃ સીલ મારવામાં આવ્યું હતું. દુકાનદાર અને બૌડા અધિકારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ વચ્ચે પોલીસ એ મધ્યસ્થી કરવી પડી હતી.
અંકલેશ્વર શહેર માં ચૌટા બજાર માં પોસ્ટ ઓફિસ બાજુ માં બાંધકામ સંચાલક મહેશ મિઠાઈ વાલા દ્વારા નવું બાંધકામ કરવામાં આવ્યું હતું જે અંગે 3 ઈસમો દ્વારા બૌડા માં અરજી કરી હતી. જે બાદ બૌડા દ્વારા જરૂરી કાર્યવાહી કરી અંતે સીલ મારવામાં આવ્યું હતું.  નીરવ ઠાકોર, કલ્પેશ સુરતી અને મુકેશ વસાવા નામના ઈસમો દ્વારા બૌડા માં અરજી કરી હતી. જે અંગે 4 નવેમ્બર 2023 ના રોજ સીલ મારવામાં આવ્યું હતું જે બાદ આ મિલકત પર મારેલૂ સીલ ગેરકાયદેસર રીતે ખોલીને, સીલ તોડી ને મિલ્કત વપરાશ ચાલુ કરવા બાબતે પણ નીરલ ઠાકોર દ્વારા અરજી કરવામાં આવી હતી. જે અંગે આજરોજ કાર્યવાહી કરતા તંત્ર સીલ મારવા માટે સ્થળ પર પહોંચ્યું હતું જો કે પુનઃ સીલ ની કામગીરી શરુ થતા દુકાનદાર અને બૌડા અધિકારીઓ વચ્ચે શાબ્દિક ટપટાતી શરુ થતા અંગે સ્થાનિક એ ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને દરમિયાનગીરી કરી દુકાન માં રહેલા લોકો બહાર કાઢી પુનઃ બૌડા ને સીલ પ્રક્રિયા શરુ કરી હતી. ભર બજાર માં બનેલી ઘટનાને લઇ એક તબક્કે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. એક તબક્કે ઘર્ષણ જે દ્રશ્યો પણ સર્જાયા હતા.

Advertisement

Share

Related posts

જિલ્લામાં 26 એપ્રિલ 2026ના રોજ મતદાન 1086522 મતદારોનું ભાવિ નક્કી કરશે

ProudOfGujarat

Puja Tibdewal is young talented girl from United Kingdom Leicester who completed her studies in BA Honours De Montfort, Leicester, UK  and is now married and settled in a small town Bharuch of Gujarat state. 

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ચાર રસ્તા નજીક ધોરીમાર્ગ દુરસ્ત કરવાની કામગીરીથી રાહત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!