Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા જયંતી નિમિતે દાંડિયા બજારના પ્રાચીન નર્મદા મંદિરે દૂધાભિષેક, ભક્તિભાવથી ઉજવણી

Share

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અતિપ્રાચીન નર્મદા મંદિરે નર્મદા જયંતી નિમિતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ઉજવાતી માઁ નર્મદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી આ વર્ષે પણ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.

પૌરાણિક માન્યતાઓ મુજબ ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અવતરણ લીધેલું અને રાજા બલીએ અશ્વમેઘ યજ્ઞ કરેલા તે પવિત્ર ભૂમિ પર આજે વહેલી સવારથી જ ભક્તોની મોટી સંખ્યામાં અવરજવર જોવા મળી હતી. આ અવસરે માઁ નર્મદાનું દૂધથી વિધિવત અભિષેક કરવામાં આવ્યો હતો.

Advertisement

મંદિર પરિસરમાં પૂજા–અર્ચના, આરતી અને ‘જય નર્મદા’ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું. નર્મદા જયંતીની ઉજવણીને લઈ ભરૂચ શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું.


Share

Related posts

PM મોદી 3 દિવસમાં બેવાર આવશે ગુજરાત, 2 ઓક્ટોબરે લેશે પોરબંદરની મુલાકાત..

ProudOfGujarat

અનિતાના થોડા પ્રયત્નોથી પ્રેમી હિરેન પણ સામાજીક સમરસતાના રંગે રંગાઇ ગયો

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના હજાત ગામ ખાતેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!