Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, ૭૩૮ લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો

Share

વાંકલ (માંગરોળ):

રાજ્ય સરકાર પ્રેરિત સેવાસેતુ કાર્યક્રમ વાંકલ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો, જેમાં કુલ ૭૩૮ લાભાર્થીઓએ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લીધો હતો.

Advertisement

કાર્યક્રમનું ઉદ્ઘાટન માંગરોળના મામલતદાર એચ.વી. ચાવડાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, લવેટ આરોગ્ય કેન્દ્ર અને વેરાકુઈ આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતાં ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

કેમ્પમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય તેમજ પ્રધાનમંત્રી કિસાન યોજના સહિતની વિવિધ સેવાઓ સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના પરિણામે ૭૩૮ જેટલા લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.

કાર્યક્રમમાં વાંકલના સરપંચ પ્રતિનિધિ ઠાકોરલાલ ચૌધરી, એસ.ટી. મોરચાના પ્રમુખ દિપક વસાવા, તાલુકા પંચાયત સભ્ય યુવરાજસિંહ સોનારીયા, ગામના ડેપ્યુટી શૈલેષ મૈસુરીયા, નાયબ મામલતદાર પંકજ ચૌધરી, આરોગ્ય કર્મચારીઓ તેમજ ICDSના અધિકારીઓ હાજર રહ્યા હતા.

મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Share

Related posts

નર્મદા જિલ્લામાં વેક્સિન ખૂટી પડતાં લોકોને હાલાકી…

ProudOfGujarat

ગુમ થયેલા મોબાઈલ મળ્યા, પરંતુ ચોર કોણ? ‘તેરા તુજકો અર્પણ’ અભિયાનની ઉજળી બાજુ પાછળ છુપાયેલી અંધારી હકીકત

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં રમઝાન ઈદની ઠેરઠેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!