Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકામાં રૂ. 12.20 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Share


ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને વિવિધ માર્ગો અને આરોગ્ય સુવિધાના કાર્યોનો પ્રારંભ


વાંકલ : માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં અંદાજિત રૂ. 12.20 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયા હતા.

Advertisement

કાર્યક્રમ દરમિયાન અનેક માર્ગોના લોકાર્પણ કરવામાં આવ્યા, જેમાં વાંકલ-આમખુટા-વેરાકુઇ રોડ (રૂ. 600 લાખ), સિમોદ્રા-સુરાલી રોડ (રૂ. 165 લાખ), સિમોદ્રા-નોગામાં રોડ (રૂ. 157.50 લાખ) તેમજ આસોદલા-ઘૂંટી રોડ જોડાણ શેઠી-તડકેશ્વર રોડ (રૂ. 157.50 લાખ)નો સમાવેશ થાય છે. ઉપરાંત આમખુટા-રટોટી રોડ (રૂ. 105 લાખ)નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વાંકલ ગામે પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટર માટે રૂ. 35 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યો દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થા અને આરોગ્ય સુવિધામાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

કાર્યક્રમમાં દીપક વસાવા, અશોક ગામીત, યુવરાજસિંહ સોનારિયા, જગદીશ ગામીત, રટોટીના મુકેશ ગામીત, દિનેશ સુરતી સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Share

Related posts

રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટરને ૬ ગામના અસરગ્રસ્તોએ આવેદનપત્ર આપ્યુ.

ProudOfGujarat

સુરત શહેરના હોકર્સને ન્યાય મેળવવા માટે નેશનલ એસોસિએશન ઓફ વેન્ડર ઓફ ઈન્ડિયા દ્વારા પાલિકા કચેરીએ ધરણાં પ્રદર્શન સાથે વિરોધ કરાયો.

ProudOfGujarat

રાજપીપળા લિલોડીયા ફળીયામાં છેલ્લા દોઢ વર્ષથી પીવાનું પાણી પૂરતાં પ્રમાણમાં નહીં આવતાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!