Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસરમાં દેશના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક માટે નર્મદા કેનાલમાંથી પાણી લાવવા 40 કિમી લાંબી પાઇપલાઇન નાખવાનું શરૂ

Share

– સાંસદ ગોવિંદ ધોળકીયાના પ્રશ્ન પર રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી અનુપ્રિયાનો જવાબ, માર્ચ 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા

ભરૂચ.

Advertisement

ભરૂચ જિલ્લાના જંબુસરમાં દેશના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક માટે 40 કિમી લાંબી નર્મદા પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઇ

ભરૂચ જિલ્લામાં દેશનો પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક ઝડપથી આકાર લઈ રહ્યો છે. રાજ્યસભામાં સાંસદ ગોવિંદ ધોળકીયાના કામની પ્રગતિ અંગેના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ માટેની વિવિધ આધારભૂત સુવિધાઓનું કામ શરૂ થઈ ગયું છે અને હવે નર્મદા નહેરમાંથી પાણી લાવવા માટે 40 કિમી લાંબી પાઇપલાઇન નાખવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આશરે 1000 એકર વિસ્તારમાં વિકસાવાતો આ પાર્ક ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક હબ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

કોરોના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર-2022માં તેનું શિલાન્યાસ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ રાજ્યસભામાં રજૂ કરેલી વિગતો મુજબ, પ્રોજેક્ટને ફેબ્રુઆરી 2024 માં પર્યાવરણીય મંજૂરી મળી ચૂકી છે. રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠા, વેસ્ટ મેનેજમેન્ટ સહિતની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના મોટા ભાગના સિવિલ ટેન્ડરો ફાળવાઈ ચૂક્યા છે અને કામ પૂર્ણતાની નજીક છે. કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) અને સોલ્વેન્ટ રિકવરી સુવિધાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

બલ્ક ડ્રગ પાર્ક માટે 4 કિમી લાંબી કનેક્ટિવિટી રોડનું નિર્માણ પૂર્ણ થયું છે. જ્યારે પાર્કિંગ માટેની ટેન્ડર પ્રક્રિયા નવેમ્બર 2025માં પૂર્ણ થઈ છે. સ્ટીમ જનરેશન માટેની પ્રક્રિયા હાલ મૂલ્યાંકન હેઠળ છે.

પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દવાઓના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો લાવવાનો અને બલ્ક ડ્રગ્સ માટે વિદેશ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. વર્ષ 2021-22 દરમિયાન ભારતની ફાર્મા આયાતમાં બલ્ક ડ્રગ્સનો હિસ્સો આશરે 60 ટકા હતો.

માર્ચ 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા છે. પાર્ક કાર્યરત બન્યા બાદ હજારો લોકોને સીધી અને પરોક્ષ રોજગારી મળશે તેમજ ગુજરાત ફાર્મા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે.


Share

Related posts

ઝઘડીયા તાલુકામાં બીપીએલ યાદીની ફેર સમીક્ષા જરુરી.

ProudOfGujarat

વડોદરાની એમ એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ નકામા વેફરના રેપર્સમાંથી સ્ટાઇલિશ ગારમેન્ટસ તૈયાર કર્યા.

ProudOfGujarat

ઝઘડિયા : પાણેથા પંથકનાં લોન ધારક ખેડૂતો દ્વારા લોન ચુકવણીમાં રાહત આપવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!