Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વન વિભાગની મોટી કાર્યવાહી : ઝનોર નદી કિનારેથી સાગી લાકડાનો જથ્થો જપ્ત

Share

બિનવારસી હાલતમાં મળ્યા 30 નંગ સાગના લાકડાં, ગેરકાયદેસર વેપાર અંગે વન વિભાગે શરૂ કરી સઘન તપાસ

 

Advertisement

ભરૂચ.

 

ભરૂચ જિલ્લામાં વન વિભાગે ગેરકાયદેસર લાકડાના વેપાર સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે ભરૂચ વન વિભાગે ઝનોર ગામના નદી કિનારેથી બિનવારસી હાલતમાં પડેલો સાગી લાકડાનો મોટો જથ્થો જપ્ત કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ભરૂચના નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ તેમજ મદદનીશ વન સંરક્ષક, પેટા વન વિભાગની કચેરી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગને બાતમીદારો પાસેથી ફોટા સાથે માહિતી મળી હતી કે ઝનોર ગામના નદી કિનારે સાગના લાકડાનો જથ્થો શંકાસ્પદ હાલતમાં પડ્યો છે.

બાતમીના આધારે આરએફઓ રાહુલ વાળા અને દિવ્યાબેન ચૌધરી તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ તપાસ દરમિયાન નદી કિનારેથી આશરે 1.683 ઘન મીટર જેટલા નાના-મોટા કુલ 30 નંગ સાગના લાકડાંનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. ટીમે તમામ લાકડાં કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વન વિભાગ દ્વારા જપ્ત કરાયેલા લાકડાંને ટેમ્પોમાં ભરીને નેત્રંગ સ્થિત વન વિભાગના ડેપોમાં જમા કરવામાં આવ્યા છે. હાલમાં વન વિભાગે આ લાકડાનો જથ્થો કોનો છે, તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ ગેરકાયદેસર કટિંગ કે હેરફેર સાથે કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

વન વિભાગની આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર લાકડાના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


Share

Related posts

સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાંચમા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ક નહીં આપતા યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરી છે.

ProudOfGujarat

जरूरतमंद लोगो की मदत कर पर्यावरण की मदत कर रही है अमायरा दस्तूर।

ProudOfGujarat

MeToo: વિશ્વની 201 શક્તિશાળી પ્રતિભા ફસાઈ છે, 124એ તેમના પદેથી રાજીનામું આપવું પડ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!