Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

GNFCની સુવર્ણ જયંતિ ઉજવણી: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત

Share

 

ભરૂચ:

Advertisement

દેશના કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં અગ્રણી સંસ્થા GNFC પોતાની 50મી વર્ષગાંઠનું ભવ્ય સમારોહ 16 જૂન, 2026ના રોજ GNFC ટાઉનશિપ, નર્મદાનગર, ભરૂચ ખાતે આયોજિત કરી રહી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

GNFCના પાંસ દાયકાના વિકાસ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં કંપનીના યોગદાનને ઉજાગર કરવાનો આ પ્રસંગ વિશેષ મહત્વનો ગણાય છે. સમારોહમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને GNFCના ચેરમેન મનોજ કુમાર દાસ (IAS) તેમજ GNFCના મેનેજિંગ ડિરેક્ટર રાજકુમાર બેનીવાલ (IAS) પણ ઉપસ્થિત રહેશે.

GNFCએ વર્ષો દરમિયાન કૃષિ, પર્યાવરણ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેની ‘નિમ પ્રોજેક્ટ’ દ્વારા 4.5 લાખથી વધુ ભૂમિહીન મહિલાઓને રોજગારી મળી છે અને 50 ગામોને મોડેલ વિલેજ તરીકે વિકસાવવાની યોજનાએ ભવિષ્ય માટે નવી દિશા દર્શાવી છે.

આ સુવર્ણ જયંતિ સમારોહ GNFCની સફળતા અને વિકાસ યાત્રાનું પ્રતિબિંબ હશે અને રાજ્ય તથા રાષ્ટ્રના વિકાસમાં એની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.


Share

Related posts

સુરતમાં ઝીંગા ઉદ્યોગમાં ‘વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ’ રોગ ફેલાતા અંદાજિત રૂ. 100 કરોડનું નુકસાન થવાની ભીતિ

ProudOfGujarat

વલસાડ જિલ્લાના મોટા ઠક્કરવાડા ગામે રોડ રસ્તા બિસ્માર બનતા હાલાકી.

ProudOfGujarat

વિરમગામ ના સચાણા ગામ ખાતે શ્રી કેશર કુંભ કુટુંબ યાત્રા નું પુજન કરી ઉમકળાભેર સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!