Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

૨૦૧૦ પહેલા નિયુક્ત શિક્ષકોને પણ ટેટની પરીક્ષા આપવાના ચૂકાદાથી લાખો શિક્ષકોનું ભાવી ખતરામાં : સરકાર સંસદમાં વટહૂકમ લાવી શિક્ષકોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત

Share

૨૦૧૦ પહેલા નિયુક્ત શિક્ષકોને પણ ટેટની પરીક્ષા આપવાના ચૂકાદાથી લાખો શિક્ષકોનું ભાવી ખતરામાં : સરકાર સંસદમાં વટહૂકમ લાવી શિક્ષકોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત

। ભરૂચ ।

Advertisement

ભરૂચ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંધ દ્વારા ગુરુવારે પ્રધાનમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને સંબોધીને ચાલુ શિક્ષકો માટે ટેટની પરીક્ષાને લઈને આવેલાં સર્વોચ્ચ નાયાલયના ચૂકાદાને લઈ ૨૦૧૦ પહેલાના શિક્ષકોને તેમાંથી કાયદાકિય અને નીતિગત સંરક્ષણ આપવામાં આવે તેવી માંગ કરી હતી.

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરુવારે મોટી સંખ્યામાં શિક્ષકોને એકત્ર થઈ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં દેશભરના લાખો શિક્ષકોમાં ગંભીર ચિંતા, વ્યથા તેમજ અસુરક્ષાની લાગણી વ્યાપી રહી છે. જેનું મુખ્ય કારણ છે કે, વર્ષ ૨૦૧૦માં શિક્ષકની ભરતી માટે ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી હતી. જોકે, તે બાદથી તમામ શિક્ષકોની ભરતી ટેટની પરીક્ષા થકી જ થઈ રહી છે. હવે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ૨૯મી મે ૨૦૨૬ના રોજ દરેક શિક્ષકોએ ટેટની પરીક્ષા આપવા માટેના આપેલાં ચુકાદાથી જે સ્થિતી ઉભી થઈ છે તેમાં ૨૦૧૦ પહેલાં નિયુક્ત થયેલાં શિક્ષકોએ પણ પરીક્ષા આપવાની થતી હોવાને કારણે તેમની શિક્ષણ સેવા હિતો, ભવિષ્ય પર માઠી અસર પડી છે. શિક્ષકોની ભરતી ૨૦૧૦ બાદથી ટેટની પરીક્ષા થકી જ કરવામા આવી હોવાને કારણે તેમની નિમણૂંક તે લાયકાત મુજબ જ થઈ છે. બીજી તરફ અગાઉના શિક્ષકોએ પણ જે તે સમયના નિયમાનુંસાર ભરતી થયાં છે. હવે ટેટની પરીક્ષા આપવાથી અનેક શિક્ષકોના સેવા અધિકારો, વરિષ્ઠતા, બઢતી, તથા અન્ય કાયદેસર લાભોને અસર થઈ શકે છે. જેથી સરકાર દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયના હૂકમ સાથે સાંદમાં વટહુકમ લાવી લાખો શિક્ષકોનું ભાવિ બચાવવામાં આવે તેવી માંગ કરી હતી.


Share

Related posts

રાજપીપલા ખાતે ગોસાઈજી મહારાજની શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં પ્લાઝમા કલેકશન સેન્ટર શરૂ કરવા મુમતાઝ પટેલની કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!