Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઘાંટોલીમાં આડા સંબંધના વહેમમાં યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો :  પત્ની સાથે આડા સંબંધની શંકા રાખી ઘરે પહોંચી કર્યો હુમલો; હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

Share

 

પ્રતિનિધી :

Advertisement

 

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ઘાંટોલી ગામમાં પત્ની સાથે આડા સંબંધ હોવાના વહેમમાં એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે તિલકવાડા પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, ઘાંટોલી નિશાળ ફળિયામાં રહેતા પ્રકાશભાઈ પાંડીયાભાઈ વસાવા (ઉ.વ. 35)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઘાંટોલી નવા ફળિયામાં રહેતા આશિકભાઈ ઉદેસિંગભાઈ વસાવાને ફરિયાદી અને પોતાની પત્ની અર્ચનાબેન વચ્ચે આડા સંબંધ હોવાનો વહેમ હતો. આ મુદ્દે આરોપી અગાઉ પણ અનેક વખત ફરિયાદી સાથે ઝઘડો કરી ગાળો બોલતો તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ અનુસાર, આરોપી આશિકભાઈ વસાવા ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો અને ઉશ્કેરાઈ જઈ મારી નાખવાના ઇરાદે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ફરિયાદીના ગળાના ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે તિલકવાડા પોલીસે આરોપી આશિકભાઈ ઉદેસિંગભાઈ વસાવા સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હુમલાના ચોક્કસ કારણો, ઘટનાના સંજોગો તેમજ અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ શરૂ કરી છે.


Share

Related posts

વલસાડના ધોબી તળાવ ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાં જીવાતવાળું અનાજ આપતા ગ્રાહક મામલતદાર કચેરીએ પહોંચ્યો.

ProudOfGujarat

ભરૂચનાં માંચ ગામ પાસેથી મહાકાય અજગર રેસ્કયુ કરાયો.

ProudOfGujarat

રોટરી ઈનરવ્હીલ ક્લબના પ્રમુખ તરીકે સંધ્યા મિશ્રાએ શપથ ગ્રહણ કર્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!