Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયા ટાવર પર ફરી લહેરાયો ભગવો ધ્વજ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિધિવત્ ધ્વજારોહણ; મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો રહ્યા ઉપસ્થિત

Share

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના ત્રણ રસ્તા ખાતે આવેલા ટાવર પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નવા ભગવા ધ્વજનું વિધિવત્ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. કુદરતી અસરના કારણે અગાઉ ફરકાવવામાં આવેલો ભગવો ધ્વજ ખરાબ થઈ જતાં તેના સ્થાને નવો ધ્વજ સ્થાપિત કરવામાં આવ્યો હતો.

Advertisement

ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો, કાર્યકરો તેમજ હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક માહોલ વચ્ચે ધ્વજારોહણની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

કાર્યક્રમ બાદ ઉપસ્થિત લોકોએ ભગવા ધ્વજ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

ઝઘડિયા ટાવર પર ફરી લહેરાયેલા ભગવા ધ્વજની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વ્યાપક રીતે શેર થઈ રહી છે અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે.


Share

Related posts

ઉત્તરપ્રદેશનાં બુલંદશહેરમાં નિર્માણાધીન મકાનનું લેન્ટર પડવાથી 4 લોકોના મોત, 11 ઘાયલ

ProudOfGujarat

નડિયાદ : ભાજપ દ્વારા ખેડા જિલ્લાની ૬ બેઠક માટે સેન્સ લેવાયા.

ProudOfGujarat

હિન્ડાલ્કો દ્વારા “સ્વાસ્થ્ય વાહિની” મોબાઇલ હેલ્થ યુનિટનો શુભારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!