Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગમાં પોલીસ ચેકિંગ દરમિયાન કર્ણાટકની જ્વેલરી શોપમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ : કાર ભગાવી જંગલમાં નાસેલા ત્રણ આરોપી ઝડપાયા, બે ફરાર; ચાંદીના ઘરેણાં-મૂર્તિઓ સહિત ₹9.72 લાખનો મુદ્દામાલ કબજે

Share

 

15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વને લઈ નેત્રંગ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. દરમિયાન ડેડિયાપાડા તરફથી આવતી એક સફેદ કારના ચાલકે પોલીસને જોઈ અચાનક કાર ભગાવતા શંકા જતા પોલીસે પીછો કર્યો હતો. નેત્રંગ પીઆઈ વી.એસ. વણઝારા અને ટીમે આગળથી આવતા વાહનોની મદદથી રસ્તો બ્લોક કરી કારને અટકાવી હતી.

Advertisement

કારમાં સવાર ચાર જેટલા ઈસમોએ અંધારાનો લાભ લઈ નજીકના જંગલમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ડ્રાઇવરને ઝડપી લીધો હતો. ત્યારબાદ ફરાર આરોપીઓને ઝડપી લેવા થવા, મંડાળા, સેજપુર, ખરચીપાડા, ખાબજી અને ભરાડા સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. કરજણ નદીના પટ અને જંગલ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરતા વધુ બે આરોપીઓ પણ ઝડપાઈ ગયા હતા.

કારની તપાસ દરમિયાન બે સ્કૂલ બેગમાંથી ચાંદી તથા ચાંદી જેવી ધાતુના ઘરેણાં, મૂર્તિઓ, પૂજાની સામગ્રી અને દીવાની થાંભલીઓ મળી આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ આ મુદ્દામાલ કર્ણાટકના બેલાગવી જિલ્લાના કિટ્ટુર ખાતેની જ્વેલરી શોપમાંથી ચોરી કર્યો હોવાનું કબૂલ્યું હતું. 13 ઓગસ્ટની રાત્રે ચોરી કર્યા બાદ ગેંગ કારમાં ગુજરાત તરફ આવી રહી હતી.

પોલીસે ત્રણ આરોપીઓ પાસેથી ₹9.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ₹4.37 લાખનો ચોરીનો મુદ્દામાલ, આશરે ₹5 લાખની કાર અને ચાર મોબાઈલનો સમાવેશ થાય છે.

ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનના દિલીપસિંહ દેવીસિંહ રાવત, નારસિંઘ ઉર્ફે પવન જેન્તુસિંહ રાવત અને મધ્યપ્રદેશના અર્જુનસિંહ શિવસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. જ્યારે લોકેશ બયલ અને રામસા ગુજ્જર ફરાર છે. મુખ્ય આરોપી દિલીપસિંહ રાવત ચિત્તોડગઢ જેલમાંથી પેરોલ જમ્પ કરેલો હોવાનું તેમજ રાજસ્થાન-મધ્યપ્રદેશમાં અગાઉના ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.


Share

Related posts

ભરૂચ જિલ્લાનાં પાલેજ નગરનાં વાતાવરણમાં અચાનક પલટો, કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી…

ProudOfGujarat

લોકડાઉનમાં ભલભલા અવરે રસ્તે ચઢ્યા : સુરતનો રત્ન કલાકાર બન્યો બૂટલેગર : મકાઈની આડમાં દારૂ લઈ જતો પકડાયો

ProudOfGujarat

ભરૂચ : વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે લોકો જાગૃત બન્યા સાથે જિલ્લામાં કેટલું વેકસીનેશન થયું…જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!