Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ GIDCમાં વિઝન પ્રોડક્ટ્સના વેરહાઉસમાં ભીષણ આગ : સોલ્વન્ટના ડ્રમમાં આગ લાગતા સમગ્ર પ્લાન્ટમાં ધુમાડાના ગોટેગોટા; 8 ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવાયો

Share

ભરૂચ :
દહેજ GIDC સ્થિત વિઝન પ્રોડક્ટ્સ પ્રા. લિ. કંપનીમાં આજે, 17 ઓગસ્ટના રોજ વહેલી સવારે વેરહાઉસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
પ્રારંભિક તબક્કે આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હોય તેવું દૃશ્ય સર્જાયું હતું. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં પણ ચિંતા ફેલાઈ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના ડેપ્યુટી ડાયરેક્ટર દિનેશ ગામીતે જણાવ્યું હતું કે, કંપનીના વેરહાઉસમાં રાખવામાં આવેલા સોલ્વન્ટના ડ્રમમાં આગ લાગી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઘટનામાં કોઈ બ્લાસ્ટ થયો નથી. વેરહાઉસ હોવાથી આગ લાગી ત્યારે અંદર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
આગ પર કાબૂ મેળવવા માટે આશરે 8 ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી હતી. હાલ આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવાયો છે. જોકે, વેરહાઉસમાં રહેલા સોલ્વન્ટના ડ્રમમાં રહેલું કેમિકલ સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી આગને સંપૂર્ણપણે ઓલવવામાં હજુ એકથી દોઢ કલાક જેટલો સમય લાગી શકે છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં સોલ્વન્ટ ઢોળાઈ જવાથી અથવા સ્ટેટિક ચાર્જના કારણે આગ ભભૂકી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાની તપાસ બાદ આગનું ચોક્કસ કારણ બહાર આવશે.

Share

Related posts

ભરૂચમાં 31 મી માર્ચ સુધી આધારકાર્ડ, જનસેવા કેન્દ્ર, રેશન કાર્ડની કામગીરી બંધ કરવા જીલ્લા કલેકટરે આદેશ બહાર પાડયો છે.

ProudOfGujarat

ઓલપાડ તાલુકામાં વાવણી લાયક વરસાદ નહિ વરસતા હવે જગતનો તાત ભગવાનના શરણમાં…

ProudOfGujarat

ભારતે એશિયા કપના સુપર 4માં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવતા ભરૂચના આઇકોનીક પાંચબત્તી ખાતે લોકોએ જીતનું જશ્ન મનાવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!