Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કતપોર બજારમાં તસ્કરોનો તરખાટ, અનેક દુકાનોમાં હાથફેરો : કાચ તોડી અને પતરા કાપીને દુકાનોમાં ઘૂસ્યા તસ્કરો, CCTVના આધારે B ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

Share

 

ભરૂચ: ભરૂચ શહેરના કતપોર બજાર વિસ્તારમાં તસ્કરોએ ફરી તરખાટ મચાવતા વેપારીઓમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે તસ્કરોએ એકસાથે અનેક દુકાનોને નિશાન બનાવી રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ જતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર ઘટના દુકાનોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે ભરૂચ શહેર B ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

મળતી માહિતી મુજબ કતપોર બજાર વિસ્તારમાં તાજેતરમાં જ સાહીલ લેડીઝ વેર, મુસાજી ટી, શાહ દિનેશચંદ્ર કસ્તુરચંદ અને હેપ્પી ગાર્મેન્ટ્સ સહિતની દુકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. તસ્કરોએ કેટલીક દુકાનોના કાચ તોડી તેમજ પતરા કાપીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનોમાં રાખવામાં આવેલી રોકડ અને અન્ય મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

એકસાથે અનેક દુકાનોમાં ચોરીની ઘટના સામે આવતા વેપારીઓમાં ચિંતા સાથે રોષની લાગણી જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, કતપોર બજાર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ પણ ચોરીની ઘટના બની હતી. ફરી એકવાર તસ્કરો ત્રાટકતાં રાત્રિના પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ચોરીની સમગ્ર ઘટના દુકાનોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. પોલીસે CCTV ફૂટેજ મેળવી તસ્કરોની ઓળખ અને તેમના પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. તસ્કરો કઈ દિશામાંથી આવ્યા અને ચોરી કર્યા બાદ કઈ તરફ ફરાર થયા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

વેપારીઓએ કતપોર બજાર વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારવામાં આવે તેમજ ચોરીના બનાવોને અંજામ આપતા તસ્કરોને ઝડપી લેવામાં આવે તેવી માંગ કરી છે. પોલીસે સમગ્ર મામલે નોંધ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અમદાવાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોલા સિવિલ ખાતે આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો

ProudOfGujarat

જુના તવરા ઝેડ જે પટેલ સરસ્વતી વિદ્યાલય હાઇસ્કુલ નો વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાય

ProudOfGujarat

શુભ ભાવથી સેવા ભાવથી ભક્તિ કરીશું તેજ આપણી સાથે આવશે: પૂજ્ય મહંત સ્વામી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!