Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તેલોદમાં બિનઅધિકૃત સાદી માટી ખનન પર ખાણ-ખનીજ વિભાગનો દરોડો : JCB સહિત બે ટ્રેક્ટર મળી રૂ.60 લાખનો મુદ્દામાલ સીઝ, ગેરકાયદે ખનન કરનારાઓ સામે કાર્યવાહી

Share

 

ભરૂચ:

Advertisement

આમોદ તાલુકાના તેલોદ ગામે બિનઅધિકૃત રીતે સાદી માટીનું ખનન થતું હોવાની ફરિયાદના આધારે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ તપાસ દરમિયાન ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતી મશીનરી અને વાહનો મળી આવતા વિભાગે કુલ રૂ.60 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.

મળતી માહિતી મુજબ, તેલોદ ખાતે સાદી માટીનું પરવાનગી વિના ખનન કરવામાં આવતું હોવાની ફરિયાદ વિભાગને મળી હતી. ફરિયાદના આધારે ટીમે સ્થળ પર તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી એક JCB એક્સેવેટર મશીન અને બે ટ્રેક્ટર મળી આવ્યા હતા. વિભાગની ટીમે ત્રણેય વાહનો અને મશીનરીને સીઝ કરી કુલ રૂ.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સીઝ કરાયેલો તમામ મુદ્દામાલ સુરક્ષિત રાખવા માટે તેલોદ ગ્રામ પંચાયત કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે નિયમોનો ભંગ કરનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન તથા ખનિજના અનધિકૃત વહન સામે આગામી દિવસોમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે.


Share

Related posts

અંકલેશ્વરના અંસાર માર્કેટમા ભંગારના ગોડાઉનમાં પોલીસની રેડ….

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં પ્રાંકડ ગામે રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી.

ProudOfGujarat

ગાંધીનગર : પાલજ બ્રિજ નજીક ટ્રકમાં ઘઉંના ભુંસાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, 873 પેટીમાંથી 40 લાખનો દારૂ જપ્ત, બે ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!