Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ધ્યાનચંદના જન્મદિને ભરૂચમાં રમતગમતનો જલસો: 352 ખેલાડીઓ મેદાનમાં : બેડમિન્ટનમાં 173 અને એથ્લેટિક્સમાં 179 ખેલાડીઓ વચ્ચે જંગ; વિજેતાઓ રાજ્યકક્ષાએ ભરૂચનું પ્રતિનિધિત્વ કરશે

Share

ભરૂચ: હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિનને દેશભરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે ભરૂચ જિલ્લામાં રમતગમત વિભાગ દ્વારા એથ્લેટિક્સ અને બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ કેટેગરીમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમતગમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

બેડમિન્ટન સ્પર્ધામાં અન્ડર-17 અને અન્ડર-19 કેટેગરીમાં કુલ 173 સ્પર્ધકો મેદાનમાં ઉતર્યા છે. જ્યારે એથ્લેટિક્સ સ્પર્ધામાં તાલુકાકક્ષાના વિજેતા ખેલાડીઓ તેમજ જિલ્લાકક્ષાના વિજેતા ખેલાડીઓ મળી કુલ 179 સ્પર્ધકોએ ભાગ લીધો છે. આમ બંને સ્પર્ધામાં કુલ 352 ખેલાડીઓ વચ્ચે વિવિધ ઇવેન્ટમાં રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે.

Advertisement

આ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનનારા ખેલાડીઓને આગામી તબક્કે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. જેના પગલે ખેલાડીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દરમિયાન 29 ઓગસ્ટથી ખેલ મહાકુંભ-2026નું રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. રમતગમત ક્ષેત્રે રસ ધરાવતા યુવાનો અને ખેલાડીઓ વધુમાં વધુ સંખ્યામાં ખેલ મહાકુંભમાં નોંધણી કરાવે તેવી અપીલ કરવામાં આવી છે. ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ખેલ મહાકુંભને ઉત્તમ પ્લેટફોર્મ ગણાવી રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


Share

Related posts

સુરતનાં ડીંડોલી વિસ્તારમાં બાળકના અપહરણ થવાના બનાવમાં ફરીયાદી માતાએ જ તેના બાળકની હત્યા કરતાં માતાને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

પાલેજમાં મગરનું નાનું બચ્ચું પકડાતાં લોકોમાં મગરનો ભય વ્યાપી ઉઠયો છે.

ProudOfGujarat

ભરૂચ ના લિંક રોડ પર આવેલ HDFC બેન્ક માં એ.સી રીપેરીંગ કામ દરમિયાન બ્લાસ્ટ થતા ત્રણ લોકો ઘાયલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!