Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના નીતિન ટેલરને આંતરરાષ્ટ્રીય ‘રેક્સ કર્મવીર ચક્ર એવોર્ડ-2026’નો સિલ્વર મેડલ એનાયત : ફરીદાબાદમાં યોજાયેલા સમારોહમાં સન્માનિત થયા સેવ હેપ્પીનેસ ફાઉન્ડેશનના સ્થાપક; વિશ્વભરના ચેન્જમેકર્સ સમક્ષ નર્મદા પ્રેરણા યાત્રાની સફર રજૂ કરી

Share

ભરૂચ: ભરૂચના સામાજિક કાર્યકર અને સેવ હેપ્પીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરને સામાજિક ક્ષેત્રે કરેલા સેવાકીય પ્રયાસોની નોંધ લઈ પ્રતિષ્ઠિત ‘રેક્સ કર્મવીર ચક્ર એવોર્ડ-2026’ના સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. iCongo અને સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી 26 નવેમ્બરના રોજ ફરીદાબાદ ખાતે યોજાયેલા સમારોહમાં તેમને આ સન્માન એનાયત કરાયું હતું.

આ સમારોહમાં નીતિન ટેલરની મુખ્ય વક્તા તરીકે પણ પસંદગી કરવામાં આવી હતી. તેમણે દેશ-વિદેશમાંથી ઉપસ્થિત રહેલા ચેન્જમેકર્સ સમક્ષ નર્મદા પ્રેરણા યાત્રાની સમગ્ર સફર, અનુભવો અને તેના સામાજિક ઉદ્દેશ્યો અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. ખાસ કરીને યુવાનોમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસે અને તેઓ સમાજના હિતમાં સક્રિય યોગદાન આપે તે દિશામાં કરવામાં આવતા પ્રયાસો વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

Advertisement

આ આંતરરાષ્ટ્રીય સન્માન બદલ નીતિન ટેલરે મા નર્મદાના આશીર્વાદ, પરિવારજનો, સહયોગીઓ તેમજ સેવ હેપ્પીનેસ ફાઉન્ડેશનના તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભરૂચના સામાજિક કાર્યકરને મળેલા આ આંતરરાષ્ટ્રીય સન્માનથી સ્થાનિક સ્તરે આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.


Share

Related posts

ભરૂચની કવિન ઓફ એન્જલ સ્કૂલમાં વિદ્યાર્થીનિઓએ ગૌરીવ્રત નિમિત્તે હાથ પર મૂકેલ મહેંદી બાબતે વિવાદ થયો હતો-સ્કૂલ દ્વારા મહેંદીનો રંગ જાય પછી સ્કૂલે આવવાનું ફરમાન જારી કરતા ખળભળાટ વ્યાપી ગયો હતો-સ્કૂલ ના આ પ્રકારના ફરમાન મુદ્દે સ્કૂલ ખાતે હિન્દૂ સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો હતો…

ProudOfGujarat

અંકલેશ્વરની પબ્લિક સ્કૂલમાં વર્લ્ડ સાયન્સ ડે નિમિત્તે યોજાયો વિજ્ઞાન મેળો.

ProudOfGujarat

સુરત શહેર તેમજ ભરૂચ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં વાહન ચોરીના બનાવોમાં સંડોવાયેલ રીઢો વાહન ચોર ઝડપાયો.LCB પોલીસે ચાર મોટરસાયકલ પકડી પાડી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!