Proud of Gujarat
GujaratFeaturedINDIA

લપંટ ડૉક્ટર પ્રફુલ્લ દોશી અંતે સુરત પોલીસના પાસે સરેન્ડર, સિવિલ હોસ્પિટલમાં બળાત્કાર અંગે મેડિકલ તપાસ…

Share

 
સૌજન્ય-સુરતઃ કતારગામની પરિણીતા પર બળાત્કારના મામલે ડોકટર પ્રફુલ્લ દોશી શનિવારે મોડીરાત્રે અઠવા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે તેને ડીસ્ટાફની રૂમમાં રાખી પૂછપરછ શરૂ કરી હતી.

નાનપુરાની મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડોકટર પ્રફુલ્લ દોશીએ 4 તારીખે બપોરે સંતાન પ્રાપ્તિની દવા લેવા માટે આવેલી કતારગામની પરિણીતા સાથે કન્સલ્ટિંગરૂમમાં રેપ કર્યો હતો.

Advertisement

બળાત્કારી ડોકટર શનિવારે મોડીરાત્રે 11.00 વાગ્યે પોલીસમાં જાતે સરેંડર થઈ ગયો હતો. જો કે આટલા દિવસો કયા ભાગ્યો હતો અને કોણે કોણે સહારો આપ્યો તેમજ તેની પત્ની મીત્સુ દોશી સાથે હતી કે કેમ તે બાબતેની જો ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ કરે તો મોટામાથાઓની મદદગારી બહાર આવી શકે તેમ છે. મોડીરાત્રે તેમને નવી સિવિલમાં મેડિકલ તપાસ માટે લઈ જવાય તેવી શક્યતા છે. ટૂંકમાં રવિવારે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારી પ્રેસ કોન્ફરન્સ કરી ડોકટર દોશીની ધરપકડ બતાવશે.
પૂછપરછ બાદ ધરપકડ
ડોકટર પ્રફુલ્લ દોશી 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં જાતે હાજર થયો હતો. તેની પૂછપરછ કરીને ધરપકડની કાર્યવાહી કરાશે, હાલમાં તપાસ ચાલુ છે. -એસ.બી.ભરવાડ, પીઆઈ-અઠવા પોલીસ સ્ટેશન


Share

Related posts

ભરૂચ 108 ઈમરજન્સી સેવા ફરી બની જીવન સંજીવની, એમ્બ્યુલસમાં જ સગર્ભાની સફળ પ્રસુતી કરાવી

ProudOfGujarat

અંકલેશ્વરમાં ટ્રેક્ટર ચાલક પિતા એ બ્રેક મારતા ઉછળી પુત્રી નીચે પટકાતા મોત…

ProudOfGujarat

વડોદરામાં કાર ચાલકે દિવ્યાંગના મોપેડને ટક્કર મારતા એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!