Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા નજીકનાં ગુમાનદેવ મંદિર ખાતે સેનેટાઈઝર ડીસ્પેન્સર મૂકવામાં આવ્યું.

Share

ઝઘડીયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે સેનેટાઇઝર ડીસ્પેન્સર મુકવામાં આવ્યુ. પ્રાપ્ત વિગતો મુજબ જેસીઆઇ અંકલેશ્વરના ઉપક્રમે ગઇકાલે જેસી વીકની ઉજવણીના ભાગરૂપેે ત્રીજા દિવસે ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે આવેલ હનુમાનજી મંદિર તથા પશુપતિનાથ મંદિર ખાતે સેનેટાઈઝર ડીસ્પેન્સરનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોન પ્રેસિડન્ટ જેસી દિવ્યાંગ નાતાલી, ઝોન સેક્રેટરી જેસી ઈશાન અગ્રવાલ, જેસીઆઈ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ જેસી કેયુર શાહ, તથા જીસીઆરટી વિંગ પર્સન જેસી ગુંજાલી તથા જેસીઆઇ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.ઝઘડીયાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા ગુમાનદેવ ખાતે આ સુવિધા ઉપલબ્ધ કરાતા યાત્રાળુઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

FASAL ના ડિરેક્ટર મેહરાજ કહે છે, “પંજાબમાં આટલા ભારે વરસાદ વચ્ચે, સેહનૂર એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે દરેક સભ્યને યોગ્ય સુવિધાઓ મળે.”

ProudOfGujarat

વડોદરા : 108 ના સેન્ટર હાઉસ ખાતે ઇમરજન્સી 108 ના હેડની શુભેચ્છા મુલાકાત.

ProudOfGujarat

વડોદરાના વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન પરત ફરતા સાંસદ ધારાસભ્યના હસ્તે કુમકુમ તિલક કરી ભાવભીનુ કરાયું સ્વાગત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!