Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર ખરોડ પાટિયા પાસે ૩ થી ૪ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૧૦ થી વધુ લોકો ને ઈજાઓ પહોચતા તમામ ને સારવાર અર્થે ખસેડાયા હતા ………

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ ખરોડ ગામ ના પાટિયા નજીક આજ રોજ બપોર ના સમયે લકઝરી બસ.ટેમ્પો.કાર અને અન્ય એક વાહન વચ્ચે ઉપરાછાપરી ગમખ્વાર અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલ્ટી ખાતા સમગ્ર અકસ્માત ના બનાવો માં બસ માં સવાર મુસાફરો સહીત ૧૦ થી વધુ લોકો ને ઈજાઓ પહોંચી હતી.અંકલેશ્વર હાઇવે ઉપર સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના બનાવ અને ઇજાગ્રસ્તો ની બૂમો ના પગલે ઉપસ્થીત લોકો માં ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..સ્થાનિક ગ્રામ જનો એ ઇજાગ્રસ્ત લોકો ને સલામત રીતે કાઢવા સાથે તાત્કાલિક ઘટના અંગે ની જાણ ૧૦૮ ઇમરજન્સી ને કરતા ૧૦૮ એમ્બ્યુલન્સે ઘટના સ્થળે દોડી જઈ તમામ ઇજાગ્રસ્તો ને અંકલેશ્વર ખાતે ના હોસ્પિટલ માં ખસેડવાની કવાયત હાથધરી હતી.નેશનલ હાઇવે ઉપર સર્જાયેલ ઉપરા છાપરી વાહનો વચ્ચે માં અકસ્માત ના પગલે એક સમયે હાઇવે ઉપર થી પસાર થતા વાહનો ના જીવ તાળવે ચોંટી ગયા હતા તો બીજી તરફ થોડા સમય માટે ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ સર્જવવા પામ્યા હતા… સમગ્ર મામલા અંગે ની જાણ સ્થાનિક પોલીસ મથકે થતા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી હાઇવે ઉપર સર્જાયેલ અકસ્માત અંગે ની નોંધ લઇ ટ્રાફિક ને હળવો કરવા સાથે ની કવાયત હાથધરી હતી…………

Advertisement

 


Share

Related posts

ઝઘડિયા : પરિવારના યુવક સાથે ચુંટણીની અદાવત રાખી ઝઘડો કરતા ચાર સામે ફરિયાદ.

ProudOfGujarat

અમદાવાદ-સરદારનગરમા આવેલ જુલેલાલ મંદિર પાસે હવામાં કરવામાં આવ્યુ એક રાઉન્ડ ફાયરિંગ..જાણો વધુ..

ProudOfGujarat

છોટાઉદેપુર : બોડેલી તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારના લોકોની વ્હારે આવી ધાર્મિક તેમજ સામાજીક સંસ્થાઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!