Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના LHS No.26 A બ્રિજ વિસ્તારનો રસ્તો 30 દિવસ માટે બંધ : રેલ્વે લૂપ લાઇન કામગીરીને પગલે ઝઘડિયા તરફનો માર્ગ ડાયવર્ટ : વાહનચાલકો માટે 2 વૈકલ્પિક રૂટ જાહેર

Share

ભરૂચ :


વેસ્ટર્ન રેલ્વે દ્વારા નવી લૂપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરાતા ભરૂચ જિલ્લાના LHS No.26 A બ્રિજ વિસ્તારનો માર્ગ આગામી 30 દિવસ માટે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે અસ્થાયી રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Advertisement

આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-33 (1) (બી) હેઠળ મળેલી સત્તાના આધારે આ આદેશ અમલમાં મુકાયો છે.

રસ્તો બંધ રહેવાને કારણે જનતાને મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા બે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં

  • ઊંચેડીયાથી રાણીપુરા ગામના બસ સ્ટેન્ડ મારફતે મેઈન રોડ તરફ વાહનો ડાયવર્ટ કરાશે
  • તેમજ ઊંચેડીયાથી રાણીપુરા, મોટા સાંજા, મોહન ફળીયા થઈ ઝઘડિયા તરફ વાહન વ્યવહાર ચાલુ રાખી શકાશે

જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ હુકમનો અમલ કરાવવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉપરના દરજ્જાના અધિકારીઓને સત્તા આપવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા તેમજ જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ માહિતી જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ : બામલ્લા ગામમાં ઝાડ પર લટકતી લાશમાં આખરે પોલીસને કેમ હત્યાનો ગુનો દાખલ કરવો પડયો ? શું છે આ સમગ્ર બનાવ ? જાણો વધુ.

ProudOfGujarat

છોટાઉદેપુરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ચાલુ સાલે ટામેટાનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને નુકશાન.

ProudOfGujarat

કેવડિયા ખાતે સ્ટેચ્યુ પરિસરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!