Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ઝાડેશ્વરમાં બંધ મકાનમાં તોડફોડ કરી 1.78 લાખના દાગીનાની ચોરી

Share


ભરૂચ શહેરમાં ઘરફોડ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. મક્તમપુરના મહાકાળી ફળિયામાં રહેતા દિવ્યજીત સોમા વસાવાને તેમના ઝાડેશ્વર સ્થિત કોઠી ફળિયામાં રહેતા મામાનો ફોન આવ્યો હતો કે તેઓ પરિવાર સાથે 22મી એપ્રિલે સોમનાથ-દ્વારકા પ્રવાસે ગયા છે અને ઘરને તાળું મારેલું છે, પરંતુ કોઇએ જાણ કરી છે કે ઘરના બારણાં ખુલ્લાં છે.

આ જાણ થતાં દિવ્યજીત તાત્કાલિક ઝાડેશ્વર સ્થિત મામાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં પહોંચી તપાસ કરતાં ઘરના પાછળના દરવાજા તૂટેલા અને ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા. તેમણે વિડીયો કોલ દ્વારા મામાને ઘરની સ્થિતિ બતાવી અને અંદર જઈ તપાસ કરતાં તિજોરીના તાળા તૂટેલા અને સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો.

Advertisement

તિજોરીમાં મુકેલા દાગીનાની ચકાસણી કરતાં સોનાની બે વિંટી અને ચાંદીની પાયલની બે જોડી મળી ન આવી, જેની કુલ કિંમત અંદાજે રૂપિયા 1.78 લાખથી વધુ હોવાનું બહાર આવ્યું હતું.

આ બનાવ અંગે દિવ્યજીતે તેમના મામાના જણાવ્યા મુજબ ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ : નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા ક્લ્યાણ દિવસની ઉજવણી” કરાઇ.

ProudOfGujarat

ગોધરા : રાજપુત સમાજની વાડીએ વાલ્મિકી સમાજ યુવાનોએ કર્યુ રકતદાન.

ProudOfGujarat

નડિયાદના ટુડેલ પાસે અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!