Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભાલોદ-કૃષ્ણપરી રોડ પર કદાવર દીપડાની લટાર : સાંજના સમયે જાહેર માર્ગ પર દીપડો દેખાતા વાહનચાલકોમાં ફફડાટ; વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Share

 

ઝઘડિયા તાલુકાના ભાલોદથી કૃષ્ણપરી તરફ જતા જાહેર માર્ગ પર સાંજના સમયે કદાવર દીપડો લટાર મારતો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ, સાંજના આશરે છ વાગ્યાના અરસામાં ભાલોદ નજીક કૃષ્ણપરી રોડ પર એક દીપડો જાહેર માર્ગ પર જોવા મળ્યો હતો.

Advertisement

રસ્તા પરથી પસાર થતા કોઈ વ્યક્તિએ દીપડાની લટારનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

વાયરલ થયેલા વીડિયોમાં કદાવર દીપડો જાહેર રસ્તા પર બિન્દાસ રીતે ચાલતો જોવા મળી રહ્યો છે. દીપડો રસ્તા પર થોડીવાર લટાર માર્યા બાદ આગળ વધતો જોવા મળે છે. જાહેર માર્ગ પર દીપડો દેખાતા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ પણ દીપડાની અવરજવર જોવા મળતી હોવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે ભાલોદ-કૃષ્ણપરી રોડ પર ફરી દીપડો દેખાતા સ્થાનિકોમાં ચિંતા વધી છે. ગ્રામજનોએ વન વિભાગને ઘટનાની જાણ કરી દીપડાની અવરજવર અંગે જરૂરી તકેદારી રાખવા તેમજ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.

જાહેર માર્ગ પર દીપડો દેખાવાની ઘટનાને પગલે સ્થાનિકોને રાત્રિના સમયે એકલદોકલ અવરજવર ટાળવા અને સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.


Share

Related posts

ભરૂચમાં સુંદર કાંડ નું આયોજન કરાયું હતુ…

ProudOfGujarat

ભરૂચનાં ત્રિમૂર્તિ હોલ સામે ખુલ્લા કોમન પ્લોટમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપી એક આરોપીની અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના મોટાસાંજા ગામે ઘરની દિવાલ પડતા વૃદ્ધાનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!