Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ડોર-ટુ-ડોર કચરા વાહનોની બેદરકારીનો વીડિયો વાયરલ :  કચરો ભરેલા વાહનોમાંથી રસ્તા પર કચરો પડતાં લોકોમાં રોષ; ખાણી-પીણીની લારીઓ પાસે પણ મુશ્કેલી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ નગરપાલિકાના ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી સામે સવાલો ઉઠાવતો વીડિયો સામે આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા કચરાથી ભરેલા વાહનોમાંથી રસ્તા પર કચરો પડતો અને ઉડતો હોવાના દૃશ્યો વીડિયોમાં જોવા મળી રહ્યા છે. કચરો જાહેરમાં ન પડે કે રસ્તા પર ન ઉડે તે માટે વાહનોમાં યોગ્ય તકેદારી રાખવામાં આવતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના વાહનો શહેરના વિવિધ વિસ્તારોમાંથી કચરો એકત્ર કરી આગળ જતા હોય છે. જોકે, કચરો ઢાંક્યા વિના અથવા યોગ્ય રીતે સુરક્ષિત કર્યા વિના વાહનો રસ્તા પરથી પસાર થતા હોવાના કારણે કચરો રસ્તા પર પડતો હોવાનું સામે આવ્યું છે. પરિણામે પાછળથી આવતા વાહનચાલકો તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

શહેરના મુખ્ય માર્ગોની સાઇડમાં અનેક ખાણી-પીણીની લારીઓ અને અન્ય ધંધાર્થીઓ વ્યવસાય કરતા હોય છે. આવા સ્થળો પાસેથી કચરો ભરેલા વાહનો પસાર થાય ત્યારે કચરો ઉડીને લારીઓ તથા ખાદ્યસામગ્રી સુધી પહોંચવાની શક્યતા રહે છે. જેના કારણે લારી સંચાલકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

સ્વચ્છતા જાળવવા માટે નગરપાલિકા દ્વારા કચરો એકત્ર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે કચરો એકત્ર કર્યા બાદ તેને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આથી સંબંધિત તંત્ર દ્વારા કચરાના વાહનોની યોગ્ય તપાસ કરી કચરો રસ્તા પર ન પડે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


Share

Related posts

કરજણના જુના બજાર બ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું કરૂણ મોત.

ProudOfGujarat

જંબુસર ચોકડી બ્રિજ મુદ્દે કોંગ્રેસનો વિરોધ ઉગ્ર, પોલીસ સાથે ઘર્ષણ બાદ આગેવાનોની અટકાયત

ProudOfGujarat

યુક્રેનમાં ફસાયેલ ભરૂચની વિદ્યાર્થીનીનાં પરિવારજનની કલેકટરે લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!