ભરૂચ: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં ભરૂચ પાલિકાના ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે ફાયર જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
ભારે જહેમત બાદ ફાયર જવાનોએ કેબિનમાં ફસાયેલા ઇજાગ્રસ્ત ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અકસ્મિક અકસ્માતના પગલે દિલ્હી-મુંબઈ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બંને ટ્રક વચ્ચે થયેલી ટક્કરના કારણે વાહનચાલકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે પોલીસ સહિતની ટીમોએ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
