Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ભાદરવામાં ભરપૂર વરસાદથી માંગરોળ-ઉમરપાડા પંથક તરબતર; ‘ચેરાપુંજી’ ઉમરપાડામાં 8.5 ઈંચ વરસાદ

Share

 

વાંકલ :
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આગાહીને પગલે ભાદરવા માસમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ધરતી પાણીથી તરબતર થઈ ગઈ છે. વરસાદના કારણે ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ માંગરોળ તાલુકામાં 3 ઈંચ અને ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં 8.5 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. ઉમરપાડામાં પડેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

લાંબા સમયથી વરસાદ ખેંચાતા પાકને લઈ ચિંતિત બનેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. ખાસ કરીને ખરીફ પાકને વરસાદની તાતી જરૂરિયાત હોવાથી મેઘમહેરથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

દરમિયાન, હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર આવ્યું છે અને વરસાદની સ્થિતિ તથા નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી વિધાનસભા 61 સીટ પર કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરવા અપક્ષ ઉમેદવારી નોંધાવતાં ગોપાલ મકવાણા… જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી 100 મીટર લંબાઈની LED લાઇટની ચોરી : સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની કરી ધરપકડ.

ProudOfGujarat

વાંકલ : શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં રાષ્ટ્રિય સેવા યોજના (NSS) હેઠળ સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!