Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલામાં સામાન વેચતા વેપારીઓ સામે કાર્યવાહી.

Share

નડિયાદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલામાં સામાન વેચતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ છે. કાર્યવાહીના ભાગરૂપે ઝડપાયેલા વેપારીઓ સામે કોર્ટ રાહે ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ ઇચા. સેનેટરી ઇન્સપેક્ટર મયંક દેસાઈએ જણાવ્યું હતું. જુલાઈ માસથી સરકાર દ્વારા પ્લાસ્ટિક પર રોક લગાવવામાં આવી છે.

નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરતા સંતરામ રોડ પર આવેલ 30 થી વધુ દુકાનો અને લારીઓમાં અચાનક ચેકિંગ કર્યું હતું. જે ચેકીંગ દરમિયાન 70 કિલો ઝભલા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે ખુલ્લામાં કચરાનો નિકાલ કરતા 3 ને ઝડપ્યા હતા. તમામ પાસેથી કુલ રૂ.10 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ જિલ્લાનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 79.66 ટકા પરીણામ આવ્યું : 11 છાત્રોએ એ1 ગ્રેડ મેળવ્યો

ProudOfGujarat

ભરૂચ : ડુંગરી વિસ્તારમાં વહેલી તકે પાણીની ટાંકી બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળામાં ડેન્ગ્યુનો વકરતો વાવર શહેરમાં ડેન્ગ્યુના 25 પોઝિટીવ કેસ : પાલિકાના ફોગીંગ માટે ફક્ત એકજ મશીન કાર્યરત અન્ય બંધ હાલતમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!