Proud of Gujarat
Uncategorized

વીજ કંપની દ્વારા રાજપારડીના તમામ ફિડરો બંધ કરી સમારકામ હાથ ધરવામાં આવ્યુ

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ વીજ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા ૧૨ જેટલા ફિડરો બંધ કરીને પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી હતી.આજરોજ શનિવારના દિવસે વીજકાપ લઇ જેટકો અને વીજ કંપનીની રાજપારડી કચેરીના કર્મચારીઓ દ્રારા પેનલો બદલવા ઉપરાંત લાઇનો તેમજ ડિ.પી.ઓનુ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતુ.આ અંગે મળતી વિગતો મુજબ જેટકોના ૬૬ કે.વી.ના સમારકામના પગલે શનિવાર સવારથી સાંજ સુધી વીજકાપ રાખવામાં આવ્યો હતો. અને જુની તેમજ ટેકનિકલ ક્ષતિ ધરાવતી પેનલો બદલવાની કામગીરી કરવા માટે પચાસ જેટલા કર્મચારીઓએ સવારથી કામગીરી આરંભી હતી.આજે વીજકાપ દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપનીની રાજપારડી કચેરી દ્રારા પણ ૩૦ જેટલા કર્મચારીઓની બનેલ ટીમો દ્વારા રાજપારડી ટાઉન વિસ્તારમાં આવેલ ડિ.પી.,વીજ લાઇનો તેમજ વીજપોલને લગતુ જરુરી સમારકામ કરવામાં આવ્યું હતુ. અછાલિયા,સંજાલી,રજલવાડા,રાજપારડી ઉપરાંત અન્ય ફિડરોમાં વીજ પ્રવાહ બંધ રહેતા લોકો ગરમીમાં સેકાયા હતા.પરંતુ પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત સમારકામ જરુરી હોવાથી વીજ કર્મચારીઓ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી.સમારકામ સંપન્ન થયે વીજ પુરવઠો ચાલુ કરાશે એમ જણાવાયુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

માંગરોળ અને ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે સંભવિત નામોની ચર્ચા તેજ

ProudOfGujarat

તમારા સીસીટીવી કેમેરાના એંગલ અમારા ઘર તરફ કેમ રાખ્યા છે કહેતાં ત્રણ જણાનો દપતિ પર હુમલો

ProudOfGujarat

હજીરાથી દહેજ જતું સ્ટાઈરીન કેમિકલ રસ્તામાં જ સગેવગે કરવાનો કારસો નિષ્ફળ, LCBનો દરોડો; ₹1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!