Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા ખાતે અંબેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા નગરની ગ્રીનવેલી સોસાયટી ખાતે શ્રી અંબેશ્વર મહાદેવ તથા માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજોયો હતો. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે ગુમાનદેવ ખાતે કુટીર હવન, શોભાયાત્રા, જલાધિવાસ તથા પૂજાનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે પૂજાનો પ્રારંભ, સ્નપન વિધી, હવન કાર્ય ધાન્યાધિવાસ તથા સાયં પૂજા યોજાઇ હતી, જ્યારે ત્રીજા દિવસે ધ્વજારોહણ કલશ સ્થાપન, રત્નન્યાસ તથા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ યોજાયા હતા. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, તથા રાત્રે ગીતાબેન રબારીનો ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્રણ દિવસના કાર્યક્રમમાં મહંતો, સંતોએ ઊપસ્થિત રહી શુભ આશીર્વાદ આપ્યા હતા. આ ત્રીદિવસીય કાર્યક્રમ તેમજ ડાયરામાં મોટી સંખ્યામાં જનસમુદાયે હાજરી આપી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામે ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ : નબીપુરની ટીમ 1-0 ગોલથી ફાઇનલમાં વિજેતા બની.

ProudOfGujarat

ઝઘડિયાનો યુવક કલા મહાકુંભમાં પ્રથમ ક્રમે વિજેતા.

ProudOfGujarat

નેત્રંગની એક ૧૦ વર્ષયી દીકરીએ “બિનવારસી અને પીડિત પ્રભુજી માનવીનો આશરો” ખાતે જન્મ દિવસની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!