Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયાના રાણીપુરા ગામમાં બે કપીરાજનાં આતંકથી ગામમાં ભય ઊભો થયો છે.

Share

ઝધડીયા તાલુકાના રાણીપુરા ગામે એક અઠવાડિયામાં કપીરાજે બે ઇસમોને નિશાન બનાવી ઇજાગ્રસ્ત કર્યા છે. વસંતભાઈ નામના વયસ્કને ધક્કો મારી ફેંકી દેતાં ત્રણ ફેકચર થયાં છે. વિરલ નામના યુવકને બચકુ ભરતાં ગામમાં કપીરાજના ભયનો માહોલ ઉભો થયો છે. ઝધડીયા તાલુકાના રાણીપુરા ગામે રહેતા વસંતભાઈ મગનભાઈ પટેલ ગત મંગળવારે તેમનાં ધર બહાર બેસી પેપર વાંચતા હતા ત્યારે અચાનક બે વાનર ડાધુઓ ઝધડતા ઝધડતા આવતા તેમાના એકે વસંતભાઈને ધક્કો મારી ફેંકી દેતા તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા અને ડાબા પગની જાંધમા ત્રણ ફેકચર થયા હતા. આજરોજ ફરી વાનર ડાઘુઓમાં ઝધડો થયો હતો જેમાં ક્રોધે ભરાયેલા વાનર ડાધુઓ વિરલભાઇ નામના યુવકને ઘુંટણના નીચેના ભાગે બચકું ભરી લોહી લુહાણ કર્યો હતો. તેણે પ્રાથમિક સારવાર લેતા તબીબે આઠ ટાંકા લેવા પડ્યા હતા. રાણીપુરા ગામમાં કપીરાજે એક સાથે બે વ્યકિતઓને નિશાન બનાવતા ગામમાં કપીરાજનો ભય ઊભો થયો છે. કપીરાજના આતંક બાબતે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી જરૂરી પગલાં લેવા રજુઆત કરી છે.

Advertisement

Share

Related posts

પેટ્રોલનો ભાવ રૂ.40 ન થાય ત્યાં સુધી સાઇકલ ચલાવીશ: રાજકોટના ભાજપના આગેવાનની પ્રતિજ્ઞા..

ProudOfGujarat

ભરૂચ જીલ્લા માં શિતલહેર ફેલાઇ ગઇ છે વાતાવરણ માં બપોરના સમયે પણ ઠંડક વર્તાય રહી છે…

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં વરસાદ વરસતા ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!