Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની કરાઇ વરણી.

Share

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ભરૂચના ચેરમેન તરીકે નાગજીભાઈ ગોહિલ અને વાઇસ ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ પરમારની બિનહરીફ વરણી થતા ધારાસભ્ય અરુણસિંહ રણા સહિતના સહકારી આગેવાનોએ તેમને શુભેચ્છાઓ આપી હતી.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ભરૂચના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીની પ્રક્રિયા આજરોજ ધારાસભ્ય અરુણસિંહ રણાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં બિનહરીફ ચેરમેન તરીકે ગંધારના આગેવાન નાગજીભાઈ શનાભાઈ ગોહિલ તથા વાઇસ ચેરમેન તરીકે દહેજના આગેવાન નરેન્દ્રસિંહ ચંદ્રસિંહ પરમારની વરણી થઈ હતી. બન્ને નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને સહકારી આગેવાન અને ધારાસભ્ય એવા અરુણસિંહ રણાએ શુભેચ્છાઓ સાથે અભિનંદન આપ્યા હતા. આ અવસરે ઉપસ્થિત સહકારી આગેવાનોએ પણ બન્નેને હારતોરા કરી અભિનંદન આપ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોલ ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા હસ્તે  3.33 કરોડના કામોનો લોકાર્પણ- ખાત મુહર્ત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

આમોદનાં સુહદમ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ આપી ઉઘાડી લૂંટને લઈને જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા.

ProudOfGujarat

સીતપોણની મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓ તથા શાળાના બે મદદનીશ શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!