Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી GIDCમાં ખાનગી કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ, એક મહિલા ઈજાગ્રસ્ત

Share

અંકલેશ્વર 
પાનોલી GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં મંગળવારે અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગ લાગતા કંપનીમાંથી ગાઢ ધુમાડાના ગોટા આકાશમાં દૂર સુધી ફેલાતા લોકોમાં દહેશત ફેલાઈ હતી.

મળતી માહિતી મુજબ પાનોલી GIDCમાં વેસ્ટ કલેક્શન, ટ્રીટમેન્ટ અને નિકાલ સાથે સંકળાયેલી ચિદાકાશ એન્વિરો પ્રોજેક્ટ્સ નામની ખાનગી કંપનીમાં ટ્રાયલ બેઝ પર પ્લાન્ટ શરૂ કરવાની પ્રક્રિયા દરમિયાન જ અચાનક ધડાકો થયો હતો. બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઊઠતા કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. ધડાકાની તીવ્રતાના કારણે પ્લાન્ટના પતરા હવામાં ઉડી ગયા હતા.

ઘટના સમયે કંપનીમાં હાજર 30થી 40 કામદારો તાત્કાલિક બહાર દોડી આવતા મોટી જાનહાનિ ટળી હતી. જોકે, એક મહિલા કામદારને પગમાં ઈજા પહોંચતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

Advertisement

આગની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ, જીપીસીબી તથા ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા ઘટનાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

છોટાઉદેપુર 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની પ્રશંસનીય કામગીરી સોનાની ચેઇન આપો તો જ દીકરીને સાસરે મોકલીશુ તેમ કહેતા અભયમ 181 મહિલા હેલ્પલાઇન છોટાઉદેપુર દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. 

ProudOfGujarat

ધોરણ 10 નું પરિણામ : માસ પ્રમોશનને કારણે પહેલીવાર 8.57 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૩.૩૪ લાખ મહિલા બચત ધારકોનાં જનધન ખાતામાં રૂ. ૫૦૦ લેખે કુલ ૧૬ કરોડથી વધુની ઘનરાશિ જમા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!