Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સ્ટેશન મેન રોડ પર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે નગરપાલિકાની કાર્યવાહી :  ચેકિંગ દરમિયાન દુકાનદારો પાસેથી કુલ રૂ.5,800નો દંડ વસૂલાયો

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ આવે તે માટે સ્ટેશન મેન રોડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

નગરપાલિકાની ટીમ દ્વારા સ્ટેશન મેન રોડ પર વિવિધ દુકાનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દુકાનદારો દ્વારા જાહેર સ્થળે ગંદકી કરવામાં આવતી હોવાની તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવતા નિયમ મુજબ દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરનારા દુકાનદારો પાસેથી નગરપાલિકા દ્વારા કુલ રૂ.5,800નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વેપારીઓ અને નાગરિકોને જાહેર સ્થળોએ ગંદકી ન કરવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી છે. સ્વચ્છતા જાળવવા માટે આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અને દંડાત્મક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે.


Share

Related posts

ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીમાં વહાલા- દવલાની સરકારની રાજનીતિ ને ખુલ્લી પાડી રાજપીપળામાં યુવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યું

ProudOfGujarat

લીંબડી એસ.ટી. ડેપોએ 15 જેટલી બસના રૂટ બે દિવસ માટે બંધ કર્યા

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા નાઈટ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!