Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયાના બામલ્લા-ખરચીના 7 શખ્સો કેબલ ચોરીની ટોળકી સાથે ઝડપાયા : રાત્રિના સમયે ખેતરોમાં જઈ બોરવેલના કેબલ કાપી ચોરી કરતા; કેબલ ભરેલો કોથળો અને બે બાઇક જપ્ત

Share

ભરૂચ :

ઝઘડિયા તાલુકામાં ખેતરોના બોરવેલમાંથી કેબલ ચોરી કરતી ટોળકીનો ઉમલ્લા પોલીસે પર્દાફાશ કરી સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો કેબલ ભરેલો કોથળો તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બે મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ઉમલ્લા પોલીસની ટીમ મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓ શોધવા પેટ્રોલિંગ અને તપાસમાં હતી. દરમિયાન આસપાસના CCTV કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ઇંદોર ગામની સીમમાં આવેલા ખેતરોના બોરવેલના કેબલ ચોરીમાં બામલ્લા ગામના કૌશિક વસાવા અને સંદીપ વસાવા સંડોવાયેલા છે. બાતમીના આધારે બંનેને ઝડપી પૂછપરછ કરતાં તેમણે અન્ય સાથીદારો સાથે મળીને રાત્રિના સમયે કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં કૌશિક નરેશભાઈ વસાવા, સંદીપ મેલસિંગભાઈ વસાવા, અલ્કેશ અમૃતભાઈ વસાવા, પિયુષ રણજીતલાલ વસાવા, મનીષ લક્કડીયાભાઈ વસાવા, અંકિત ભરતભાઈ વસાવા અને રાહુલ શીવાભાઈ મોયો ઝડપાયા છે. આ પૈકી પાંચ આરોપીઓ બામલ્લા અને બે આરોપીઓ ખરચી ગામના રહેવાસી છે.

રાત્રે બાઇક પર નીકળી કેબલ કાપતા

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ટોળકી બનાવી રાત્રિના સમયે મોટરસાયકલ પર અલગ-અલગ વિસ્તારોના ખેતરોમાં જતા હતા. ખેતરોમાં બોરવેલ માટે લગાવવામાં આવેલા કેબલ કાપીને ચોરી કરી લાવતા અને બાદમાં કેબલ ખેતરોમાં સંતાડી તેનું વેચાણ કરતા હતા.

આ કાર્યવાહી દરમિયાન ઉમલ્લા પોલીસ સ્ટેશનનો વર્ષ 2026નો મિલકત ચોરીનો ગુનો ઉકેલાયો છે. પોલીસે કેબલ ભરેલો એક કોથળો અને બે મોટરસાયકલ કબજે કરી છે. જેમાં યામાહા MT-15 તથા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલનો સમાવેશ થાય છે.

ઉમલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. વસાવા સહિતની ટીમે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી.


Share

Related posts

રાજપીપલામાં કોરોના સંક્રમિત થયેલા કુલ 125 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ ફાઉન્ડેશન પરિવાર.

ProudOfGujarat

કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય મર્હુમ મહંદભાઇ ફાંસીવાલાને શોકાંજલી અપાઇ! કોંગી અગ્રણી અહમદભાઇ પટેલ અને અર્જુન મોઢવાડીયા, શંકરસિંહ વાઘેલા સહિત દિગ્ગ્જોએ પ્રાર્થના સભામાં શોકાંજલી અર્પી..

ProudOfGujarat

ભરૂચ : નબીપુરથી બિલાલ હજ & ઉમરાહ ટ્રાવેલ્સની ટૂર ઉમરાહ માટે મક્કા મદીના જતાં ટ્રાવેલ્સના સંચાલકોમાં ખુશીની લહેર વ્યાપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!