Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના વહિયાલમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ.1.56 લાખનો મુદ્દામાલ જપ્ત ; એક આરોપી ઝડપાયો, એક વોન્ટેડ

Share

 

ભરૂચ :

Advertisement

વાગરા તાલુકાના વહિયાલ ગામે પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીમાં વિદેશી દારૂ, બિયર, મોટરસાયકલ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1,56,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે વહિયાલ ગામના ભાવિન શાંતિલાલ વસાવા પાસેથી પરપ્રાંતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેમાં PARTY SPECIAL અને ROYAL BLUE MALT WHISKY બ્રાન્ડની 180 એમ.એલ.ની બોટલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત KINGFISHER STRONG PREMIUM BEERના 500 એમ.એલ.ના ટીન પણ મળી આવતા પોલીસે સમગ્ર જથ્થો કબજે કર્યો હતો.

દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી બજાજ પ્લેટિના મોટરસાયકલ તેમજ આરોપી પાસેથી એક iPhone 16 Pro Max મોબાઇલ ફોન પણ પોલીસે કબજે કર્યો છે. દારૂ, બિયર, વાહન અને મોબાઇલ ફોન સહિત જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.1,56,100 હોવાનું સામે આવ્યું છે.

આ કેસમાં દિપક ઠાકોર, રહે. ઉમજ, તા. કરજણ, જી. વડોદરાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. વાગરા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરીના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Share

Related posts

ભરૂચ : અસનાવી ગામ નજીક ઉભેલ ટ્રક સાથે મોટરસાયકલ અથડાતા ચાલકનું મોત…

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકર્પણના 1 મહિના બાદ 2,79,166 પ્રવાસીઓ નોંધાયા, આવક 6 કરોડ કરતા વધુ.

ProudOfGujarat

કરજણ તાલુકામાં વલણ હોસ્પિટલ ખાતે વલણ હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી નિ:શુલ્ક સારવાર કરાઇ રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!