Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ફટાકડા ફોડવાની ના પાડતા મહિલાને ગાળો આપી હુમલો, પતિ સાથે પણ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી : સાંઈબાબા મંદિર પાસે ફટાકડા ફોડતા શખ્સે મહિલાની દિશામાં ફટાકડા ફેંક્યા હોવાનો આક્ષેપ; 112 જનરક્ષકને જાણ કરતાં પોલીસ દોડી આવી

Share

ભરૂચ શહેરની જૂનીવાડી વિસ્તારમાં ફટાકડા ફોડવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી અને મારામારીનો બનાવ સામે આવ્યો છે. ફટાકડા ફોડવાની ના પાડનાર મહિલા સાથે ગાળાગાળી કરી ઝઘડો કરનાર શખ્સે મહિલાના પતિ સાથે પણ મારામારી કરી હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, જૂનીવાડી વસંતમીલની ચાલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે રહેતાં મમતાબેન સોલંકી (ઉં.વ.28) ગત તા. 25 નવેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યાના અરસામાં ઘરેથી ચાલતા ફળિયાની દુકાને સામાન લેવા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ફળિયામાં આવેલા સાંઈબાબા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં પ્રશાંતકુમાર પ્રેમજીભાઈ બાબરીયા ફટાકડા ફોડી રહ્યો હતો. આ સમયે મમતાબેન ત્યાંથી પસાર થતાં પ્રશાંતે તેમની તરફ ફટાકડા ફેંકી ફોડવાનું શરૂ કર્યું હતું.

Advertisement

મમતાબેને ફટાકડા ફોડવાની ના પાડતાં પ્રશાંત ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ મહિલાને છોડાવી હતી. બનાવની જાણ થતાં તેમના પતિ વિનોદભાઈ અને સસરા લક્ષ્મણભાઈ પણ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં પ્રશાંતે વિનોદભાઈ સાથે ઝઘડો કરી મારામારી કરી હતી અને સસરાને પણ ગાળો આપી હતી.

બાદમાં પરિવારજનોએ 112 જનરક્ષકને ફોન કરતાં પોલીસની ગાડી સ્થળ પર પહોંચી હતી. જોકે, પ્રશાંતે મમતાબેનને બીજીવાર મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે મહિલાએ પ્રશાંતકુમાર બાબરીયા વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે.


Share

Related posts

જેતપુરમાં કચરો ઉપાડતી વાને 4 વર્ષના બાળકને કચડયો : દિકરાનાં મોતથી માતા-પિતાના પગ તળીયેથી જમીન ખસી.

ProudOfGujarat

અમદાવાદમાં આવેલ વેજલપુરના સ્વરિત એપાર્ટમેન્ટમાં નવરાત્રિ મહોત્સવ ઊજવાયો.

ProudOfGujarat

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી. અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!