Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હરિયાણાથી ભરૂચ સપ્લાય થયેલો 52.34 લાખનો દારૂ ઝડપાયો : પાલેજ પાસે એલસીબીની કાર્યવાહી, કન્ટેનર ચાલક ઝડપાયો; દારૂ-કન્ટેનર-મોબાઇલ સહિત 72.44 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

 

ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે પાલેજ પાસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી હરિયાણાના કન્ટેનર ચાલકને ઝડપી પાડ્યો છે. બંધ બોડીના કન્ટેનરમાં છુપાવીને લઈ જવાતો રૂ.52.34 લાખથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ, કન્ટેનર અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.72.44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement

મળતી માહિતી મુજબ, એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ધનંજયને બાતમી મળી હતી કે સુરત તરફથી ભરૂચના પાલેજ તરફ બંધ બોડીના કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે. બાતમીના આધારે પોલીસે પાલેજ બ્રિજ નજીક વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમી મુજબનું કન્ટેનર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કન્ટેનર ચાલકે વાહન ઊભું રાખવાને બદલે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ખાનગી વાહનોમાં તેનો પીછો કર્યો હતો. અવાવરુ સ્થળો તેમજ રસ્તામાં આવેલી હોટલોના પાર્કિંગમાં શોધખોળ કર્યા બાદ આખરે કન્ટેનર હોટલ સિંદબાદના કંપાઉન્ડમાંથી મળી આવ્યું હતું.

કન્ટેનરની ડ્રાઈવર સીટ પર બેઠેલા ચાલકને પોલીસે ઝડપી લઈ પૂછપરછ કરતાં તેનું નામ રફીક વજીર, રહે. હિસ્સાર, હરિયાણા હોવાનું બહાર આવ્યું હતું. કન્ટેનરની તલાશી લેતા તેમાં વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.52.34 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત કન્ટેનર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.72.44 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં કન્ટેનર ચાલકે પોલીસને જણાવ્યું હતું કે તેના મિત્રના કહેવાથી તે દારૂ ભરેલા વાહન પર ડ્રાઈવર તરીકે નોકરીએ લાગ્યો હતો. મુંબઈના ભિવંડી ખાતે રાજકુમાર અને શર્માજી નામના શખ્સોએ કન્ટેનરમાં દારૂનો જથ્થો ભર્યો હતો અને તેને પાલેજ નજીકની કોઈ હોટલમાં કન્ટેનર પાર્ક કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ફોન આવે તે મુજબ આગળની કાર્યવાહી કરવાની હતી.

આ મામલે પોલીસે કન્ટેનર ચાલકના મિત્ર તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને તેની સાથે આવનાર શખ્સો સહિત કુલ ચાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પાલેજ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂના જથ્થાના સ્ત્રોત અને સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

ઉમરપાડામાં વરસાદ અને વાવાઝોડાથી ડાંગરનાં પાકને વ્યાપક નુકસાન થવાથી આદિવાસી ખેડૂતોની હાલત કફોડી બની.

ProudOfGujarat

ખેતરમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ :સ્થાનિકોએ આરોપીને ઝડપી પોલીસ હવાલે કર્યો બાળકીના કપડાં કાઢવા જતા લોકો પહોંચતા યુવક ભાગ્યો અંતે સ્થાનિકોએ પકડી પાડ્યો :વલસાડના અટગામ નજીક બનાવ

ProudOfGujarat

ભરૂચ જી.એન.એફ.સી. નજીક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!