Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ-લવેટ માર્ગ પર ગમખ્વાર અકસ્માત: ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાતા યુવાનનું મોત

Share

 

લવેટના 19 વર્ષીય મિહિર ચૌધરીનું ઘટના સ્થળે જ મોત, ટ્રેક્ટર ચાલક ફરાર

Advertisement

વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ-લવેટ માર્ગ પર રાત્રિના સમયે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવાનનું કરુણ મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, લવેટ ગામના ગોડાઉન ફળિયે રહેતા મિહિર હિમ્મતભાઈ ચૌધરી (ઉંમર 19 વર્ષ) પોતાની મોટરસાયકલ (નં. GJ19 BL 2699) લઈને ઝાંખરડા ગામે આવેલી ગુજરાત એગ્રો કંપનીમાંથી નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન વાંકલ ગામની સીમમાં બિપિન દેસાઈના ખેતર સામે, નાનીફળી નજીક એક ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર-ટ્રોલી બેફામ અને ગફલતપૂર્વક હંકારી અચાનક બ્રેક મારી દીધી હતી. જેના કારણે પાછળથી આવી રહેલી મિહિરની મોટરસાયકલ કાબૂ બહાર જતાં ટ્રોલી સાથે જોરદાર અથડાઈ હતી.

અકસ્મતમાં મિહિરને છાતી, આંખ, મોઢા અને કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે મૃતકના પિતા હિમ્મતભાઈ મથુરભાઈ ચૌધરીએ માંગરોળ પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવને પગલે માંગરોળ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.ડી. સાંસલા દ્વારા આગળની તપાસ ચાલી રહી છે.


Share

Related posts

ગાંધી જયંતિ નિમિત્તે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ના કુલપતિ એ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ મા ભાગ લીધો.

ProudOfGujarat

ઉરદ તેમજ રાલેજ ગામે પાલેજ મોહદીસે આઝમ દ્વારા ૪૦ ગરીબ કુટુંબમાં સહાય પહોંચાડી.

ProudOfGujarat

અમદાવાદ- ઈન્દોર હાઈવે પર ડમ્પર ચાલકે કારને પાછળથી ટક્કર મારતાં કારમાં બેઠેલા બે વ્યક્તિઓના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!