Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : કે.એ. માલેના ટેકનિકલ ડિરેક્ટર દીપકકુમાર દુબેના હસ્તે ધ્વજવંદન; વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા

Share

 

અંકલેશ્વર: અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉદ્યોગપતિ કે.એ. માલેના ટેકનિકલ ડિરેક્ટર દીપકકુમાર દુબેએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી.

Advertisement

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલાએ ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે અને દેશના યુવાનો શિક્ષણ તથા જ્ઞાનના ક્ષેત્રે વિશ્વભરમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. યુવા શક્તિના કારણે ભારતે વૈશ્વિક સ્તરે આગવું સ્થાન બનાવ્યું છે.

મુખ્ય મહેમાન દીપકકુમાર દુબેએ જણાવ્યું હતું કે, ભારતના શિક્ષિત યુવાનો વિશ્વના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ભારતની પ્રગતિને કારણે આજે સમગ્ર વિશ્વની નજર ભારત તરફ આશાભરી મીટ માંડીને જોઈ રહી છે. તેમણે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું હોવાનું જણાવી આગામી સમયમાં ત્રીજા સ્થાને પહોંચવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે દેશની સમૃદ્ધિ અને ખુશાલી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતોની સુંદર રજૂઆત કરી હતી. કાર્યક્રમમાં પ્રાયમરી અને સેકન્ડરી વિભાગના આચાર્ય કવિતા કાલગુડે, પ્રી-પ્રાયમરી અને પ્રાયમરી વિભાગના આચાર્ય શ્રદ્ધા પટેલ, ટ્રસ્ટીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શિક્ષિકા મારિયા કાનુગાએ આભારવિધિ કરી હતી.


Share

Related posts

વડોદરા : સ્ટર્લીંગ હોસ્પિટલમાંથી દવાઓ તથા ઇન્જેક્શનની ચોરી કરતો કર્મચારી ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ : ઓપેલ કંપનીના કિંમતી કેટાલીસ્ટ પાવડર ચોરીનો ભેદ ઉકેલાયો : પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કુલ 131 ઔદ્યોગિક એકમો/કારખાનાઓને કામગીરી શરૂ કરવા મંજૂરી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!