Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં લાંચિયા અધિકારીઓ સામે અનોખો વિરોધ, ફાર્માસિસ્ટ એસોસિએશને કેક કાપી ફટાકડા ફોડ્યા : રૂ.40 હજારની લાંચ લેતા આસિસ્ટન્ટ કમિશનર અને ડ્રગ ઈન્સ્પેક્ટર ઝડપાયા બાદ ફુડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર ઉજવણી; ભ્રષ્ટાચાર દૂર કરવાના નારા લગાવ્યા

Share

 

ભરૂચ: ભરૂચ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની તેમજ ડ્રગ ઈન્સ્પેક્ટર સુરભી દેસાઈને રૂ.40 હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા બાદ ગુજરાત ફાર્માસીસ્ટ એસોસિએશન દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સોમવારે ફુડ એન્ડ ડ્રગ્સ કચેરીની બહાર એસોસિએશનના કાર્યકરોએ કેક કાપી તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

Advertisement

ફુડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર એકત્ર થયેલા ફાર્માસિસ્ટ એસોસિએશનના કાર્યકરોએ ‘ભ્રષ્ટાચાર દૂર કરો’ સહિતના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. એસોસિએશનના આગેવાનોના જણાવ્યા મુજબ રાજ્યમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર ફાર્મસી લાઈસન્સના આધારે કાર્યરત છે. જોકે, કેટલાક અધિકારીઓ દ્વારા નિયમોના નામે હપ્તા વસૂલવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

એસોસિએશનના આગેવાનોએ જણાવ્યું હતું કે એસીબીની કાર્યવાહી બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ચાલતા હોવાના આક્ષેપિત ભ્રષ્ટાચારની વધુ ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. માત્ર એકાદ અધિકારી સામે કાર્યવાહી કરવાથી ભ્રષ્ટાચારનો અંત આવશે નહીં.

જો વિભાગના અન્ય અધિકારીઓ કે કર્મચારીઓ પણ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા હોય તો તેમની સામે પણ તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ફાર્માસિસ્ટો અને મેડિકલ સ્ટોર સંચાલકોને નિયમોના નામે કથિત રીતે હેરાનગતિ ન થાય અને પારદર્શક વહીવટ થાય તેવી પણ એસોસિએશન દ્વારા માગ ઉઠાવવામાં આવી હતી.

આ રીતે એસીબીની કાર્યવાહી બાદ ફાર્માસિસ્ટ એસોસિએશને ફુડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર કેક કાપી અને ફટાકડા ફોડી કરેલો વિરોધ ભરૂચમાં ચર્ચાનો વિષય બન્યો હતો.


Share

Related posts

ભરૂચ- બે અલગ અલગ અકસ્માતના બનાવો માં બે વ્યક્તિના મોત અન્ય બે વ્યક્તિ ઘાયલ-જાણો ક્યાં સર્જાયા અકસ્માત..!!!

ProudOfGujarat

શુક્લતીર્થ ગામે નર્મદા નદીમાંથી રેતી ઉલેચતાં ભૂમાફિયાઓ સામે ભૂસ્તર વિભાગની સર્જિકલ સ્ટ્રાઈક :  શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા: ૩ એક્સકેવેટર, બાર્જ, ૨ યાંત્રિક નાવડી અને ૪ વાહનો જપ્ત :  રૂ. ૩.૧૦ કરોડથી વધુના મુદ્દામાલ સાથે રેતીમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ માર્ચ ગામ ના પાટિયા પાસે મોટરસાયકલ સવાર ને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!