Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત માં અતિવૃષ્ટિ થી ખેડૂતોના પાક ને થયેલ નુકશાન અંગે સર્વેની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આરોપ  ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવ્યા છે.

Share

સુરત માં અતિવૃષ્ટિ થી ખેડૂતોના પાક ને થયેલ નુકશાન અંગે સર્વેની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આરોપ ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવ્યા છે. ત્યાં બીજી તરફ પાક વીમા કંપની ની જોહુકમી સામે દબાણ લાવવા રાજ્ય સરકારે વાત કરી છે.જો કે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા પાક વિમા કંપનીની ગેરરીતિ થી બચવા ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.એટલું જ નહીં પાક વીમા કંપની સામે યોગ્ય તપાસ થાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદે ખેડૂતોના પાકને મોટાપાયે નુકશાન પોહચાડ્યું છે.જેને લઈ રાજ્ય  સરકારે ખેડૂતોને થયેલ પાક નુકશાન અંગે વધારાના સહાય પેકેજની જાહેરાત કરી છે.જે ખેડૂતોને નુકશાન થયું છે તે ખેડૂતોના પાક અંગેનો સર્વે કરવાની કામગીરી વીમા કંપની સોંપવામાં આવી છે.જો કે વીમા કંપની પોતાની જોહુકમી ચલાવતી હોવાના આરોપ જાતે ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યા છે.એટલુ જ નહીં વીમા કંપની ખેડૂતો પાસેથી બ્લૅક સ્ટેમ્પ પેપર પર સહી કરી ગેરરીતિ આચારતી હોવાના પણ આરોપ થયા છે.ત્યારે રાજ્ય સરકારે કંપની સામે દબાણ લાવવા વાત જણાવી છે.જો કે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ ડેલાડ જણાવ્યું છે કે એક હજાર ખેડૂતો સામે ફક્ત 110 ખેડૂતો એ વીમા પાક ના ફોર્મ ભર્યા છે.જ્યારે બાકીના એક હજાર ખેડૂતો પાક વીમા વગરના છે.પાક વીમા કંપની ની ગેરીરીતી ખેડૂત ભોગ ના બને તે માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.દરેક ફોર્મ સંપૂર્ણ વંચાને લીધા બાદ જ સહી ખાતે તેવી ઓન ખેડૂતોને સૂચના આપવામાં આવી છે.ગેરરીતિ અચરતી વીમા કંપનીઓ સામે રાજ્ય સરકાર યોગ્ય તપાસ કરી પગલાં ભરે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

10 દિવસ પૂર્વે જ઼ લોકાર્પણ કરાયેલા અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયુ : સ્ટ્રીટ લાઈટના અભાવે બાઈક ચલાકે કાબુ ગુમાવતા 3 વર્ષીય બાળકનું મોત ..

ProudOfGujarat

કેવડિયા ખાતે દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા પધારેલા વિવિધ રાજ્યોના મંત્રીઓ-વરિષ્ઠ સચિવઓ સહિતના મહાનુભાવોએ વિવિધ પ્રવાસન પ્રોજેક્ટસની લીધેલી મુલાકાત.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ACBનો સફળ ટ્રેપ: હેડ કોન્સ્ટેબલ રૂ. 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા :  બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા બદલ રૂ. 25,000ની લાંચ માગી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!